Not Set/ પ્રેમમાં નિષ્ફળતા/ લો બોલો, હવે છોકરીએ છોકરાના ચહેરા પર ફેંક્યું એસીડ

યુવક દ્વારા પ્રેમમાં નિષ્ફળતા  મળતા યુવતી પર એસીડ એટેકના ઘણાં કિસ્સા અત્યાર સુધી આપણે સમાજમાં જોયા છે. પરંતુ આ તેનાથી તદન વિપરીત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં કોઈ યુવકે યુવતી પર એસીડ એટેક નથી કર્યો પરંતુ યુવતીએ યુવક પર એસીડ એટેક કર્યો છે. આ વિકૃત મહિલાના આ કૃત્યનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું […]

Uncategorized

યુવક દ્વારા પ્રેમમાં નિષ્ફળતા  મળતા યુવતી પર એસીડ એટેકના ઘણાં કિસ્સા અત્યાર સુધી આપણે સમાજમાં જોયા છે. પરંતુ આ તેનાથી તદન વિપરીત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં કોઈ યુવકે યુવતી પર એસીડ એટેક નથી કર્યો પરંતુ યુવતીએ યુવક પર એસીડ એટેક કર્યો છે.

આ વિકૃત મહિલાના આ કૃત્યનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પીડિત યુવકે જણાવ્યું હતું કે, યુવતી પ્રેમમાં નિષ્ફળતા મળવાથી આ કૃત્ય કર્યું હશે.  યુવકે દાવો કર્યો છે કે આરોપી યુવતી એક તરફી પ્રેમમાં હતી.

પ્રેમમાં અસફળ યુવતીએ યુવકના ચહેરા પર ફેક્યો એસીડ

એકતરફી પ્રેમ કૃત્ય માટે જવાબદાર

યુવાન હોસ્પિટલમાં દાખલ, યુવતી પોલીસ કસ્ટડીમાં

ઓડિશાના કટકથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. સીકરીપુરના બારીક સાહી વિસ્તારમાં એક યુવતીએ છોકરા પર એસિડ ફેંકી દીધો હતો. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે યુવક સાથેની બોલાચાલી બાદ યુવતીએ તેના પર એસિડ ફેંકી દીધો હતો. બંને એક સાથે રિલેશનશિપમાં હતાં.

પીડિત યુવકનું નામ લેખ છે. આ યુવાન જગતપુરનો રહેવાસી છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગતપુર પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે. યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

યુવકની ચીસો સાંભળીને હાજર લોકો દોડી આવ્યા હતા અને પીડિતને એસસીપી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. યુવકની હાલત હજુ પણ ગંભીર છે.

મહિલાના આ કૃત્યનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કટકના ડીસીપી અખિલેશ્વરસિંહે કહ્યું કે બંને પ્રેમ સંબંધ હતા. યુવતી પર છોકરા ઉપર એસિડ ફેંકવાનો આરોપ છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે કાંઈ ખુલાસો થશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.