Not Set/ મકાન માલિકે નાની બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચાર, રોષે ભરાયેલા સ્થાનિકોએ ગેરેજમાં કરી આગ ચંપી

સુરત સુરતના કડોદરા વિસ્તારમાં મકાન માલિક દ્વારા ભાડુઆતની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા વિસ્તારમાં ચકચાર મચી હતી. મકાન માલિકે બાળકીને ચોકલેટની લાલચ આપી નજીકના મકાનમાં દુષ્કર્મ કર્યું હતું. બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બેહોશ થઈ ગઈ હતી. તે દરમિયાન આરોપી મકાનની બહાર નીકળતા સ્થાનિકો જોઈ જતા તેને ઝડપી પાડ્વામાં આવ્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલા […]

Uncategorized

સુરત

સુરતના કડોદરા વિસ્તારમાં મકાન માલિક દ્વારા ભાડુઆતની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા વિસ્તારમાં ચકચાર મચી હતી. મકાન માલિકે બાળકીને ચોકલેટની લાલચ આપી નજીકના મકાનમાં દુષ્કર્મ કર્યું હતું.

બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બેહોશ થઈ ગઈ હતી. તે દરમિયાન આરોપી મકાનની બહાર નીકળતા સ્થાનિકો જોઈ જતા તેને ઝડપી પાડ્વામાં આવ્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ આરોપીને માર મારી તેની ગેરેજમાં આગ ચંપી કરી હતી..

મામલો ગરમાતા કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ કાબુમાં લેવા ફાયર ફાયટરની ટીમને બોલાવીમાં આવી હતી અને પરિસ્થિતી જોતા પોલીસ દ્વારા વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

હાલ તો પોલીસે બાળકીને તબીબી પરીક્ષણ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.