ભારતીય સેના અને DRDO દ્વારા ગઇકાલે બે વિવિધ પ્રક્ષેપાસ્ત્રોનાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. બંને મિસાઇલ સિસ્ટમ છે અને બંનેનાં સફળ પરીક્ષણ દ્વારા ભારતીય સેનાની તાકાત અનેક ગણી વધી જશે. દુશ્મનો માટે બંને હથિયાર અતી ઘાતક હોવાની સાથે સાથે પોતાની લક્ષ્ય ભેદી ક્ષમતામાં બિલકુલ બેજોડ છે. ભારતીય સેના દ્વારા ગઈકાલે મધ્યપ્રદેશના મહુ ખાતે નવી-હસ્તગત સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડ મિસાઇલો પરીક્ષણ ચલાવવામાં આવ્યું હતું. સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડ મિસાઇલોની લક્ષ્ય ભેદન શક્તિનો આ પરીક્ષણ દ્વારા ખ્યાલ આવે છે અને સેના દ્વારા કેમ તમામ પ્રકારનાં આતંરરાષ્ટ્રીય વિરોધ છતા પર આ સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડ મિસાઇલો પર પસંદગી ઉતારવામાં આવી તેનો સ્પષ્ટ અંદાજ પણ આવી જ જાય છે.
જુઓ આ વીડિયો……….
#WATCH The newly-acquired Spike anti-tank guided missiles test fired at Mhow in Madhya Pradesh, yesterday. pic.twitter.com/RBIw9GkLWh
— ANI (@ANI) November 28, 2019
આર્મી ચીફ જનરલ બિપિન રાવત, ગઈકાલે મધ્યપ્રદેશના મહુ ખાતે નવી-હસ્તગત કરવામાં આવેલી સ્પાઇક એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલોનું સફળ પરીક્ષણનાં સાક્ષી બન્યા હતા. આપને જણાવી દઇએ કે ઇન્ફન્ટ્રી કમાન્ડરોની કોન્ફરન્સ માટે આર્મી ચીફ મહુમાં છે. સેના દ્વારા ગઇકાલે મહુ ખાતે રશિયા પાસેથી ખરીદવામાં આવેલી, અને અમેરીકા સહિતનાં દેશોની નારાજગી જે મામલે સામે આવેલી તેવી સ્પાઇક એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલોનું સફળ પરિક્ષણ કર્યું હતું.
Sources: Army Chief General Bipin Rawat witnessed firing of the newly-acquired Spike anti-tank guided missiles at Mhow, Madhya Pradesh, yesterday. The Army Chief is in Mhow for the Infantry Commanders’ Conference. (file pic) pic.twitter.com/wBOy1eArZl
— ANI (@ANI) November 28, 2019
એક તરફ ભારતીય સેના દ્વારા સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડ મિસાઇલોથી પોતાનું લક્ષ્ય ભેદન સાધવામાં આવી રહ્યું હતું તો, બીજી તરફ ભારતમાં જ નિર્મીત અને ભારતનાં ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક આવા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓ (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) દ્વારા નિર્મીત સ્વદેશી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ વિકસિત કરી છે. ભારતીય નેવી દ્વારા આ નિર્મીત સ્વદેશી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું અરેબિયન સમુદ્રમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે દુશ્મન અને પડોશી દેશો સાથે સમુદ્વ શક્તિ મામલે રહેલી ગર્ભીત સ્પર્ધા ચાલી રહી ચે ત્યારે નેવીનાં ભાથ્થામાં આ મિસાઇલ બ્રહ્મોસ, બ્રહ્માસ્ત્ર સમાન છે.
Sources: Indian Navy successfully test fires DRDO (Defence Research and Development Organisation) developed BrahMos supersonic cruise missile in the Arabian Sea. pic.twitter.com/po7hULFgLl
— ANI (@ANI) November 28, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
