Not Set/ પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસને આતંકવાદી પાર્ટી કહેતા થયો હંગામો, અધ્યક્ષે આ રીતે કરાવ્યું સીઝફાયર

લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધિરંજન ચૌધરી દ્વારા ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા કોંગ્રેસને આતંકવાદી પાર્ટી કહેવામાં આવતા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અધિરંજન ચૌધરી દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું કે, જે પાર્ટીમાંથી હજારો નેતાઓએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યાં હતાં, જે પાર્ટીનાં બે-બે પ્રધાનમંત્રીઓ ચાલુ સત્તાએ બલિદાન આપી ચૂક્યા છે.  તે પાર્ટી વિશે આવી વાત એ […]

Top Stories India

લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધિરંજન ચૌધરી દ્વારા ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા કોંગ્રેસને આતંકવાદી પાર્ટી કહેવામાં આવતા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અધિરંજન ચૌધરી દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું કે, જે પાર્ટીમાંથી હજારો નેતાઓએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યાં હતાં, જે પાર્ટીનાં બે-બે પ્રધાનમંત્રીઓ ચાલુ સત્તાએ બલિદાન આપી ચૂક્યા છે.  તે પાર્ટી વિશે આવી વાત એ પણ સંસદનાં સદનમાં કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીના ખૂનીને ‘દેશભક્ત’ કહેવાય છે.  શું થઈ રહ્યું છે અહીં ? શું ગૃહ આના પર મૌન રહેશે?

આપને જણાવી દઇએ કે, ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા નથુરામ ગોડસે સંદર્ભમાં કરવામાં આવેલા વિધાનથી લોકસભા ગૃહમાં ભારે હંગામો જોવામાં આવ્યા હતો અને લગભગ તમામ સાંસદો દ્વારા ઠાકુરનાં આ વિધાનને આપતી જનક ગણાવવામાં આવ્યું હતું. તો કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો દ્વારા આ મામલે સંસદમાં ચર્ચા માટે પણ લોકસભા અધ્યક્ષને કહેવામાં આવ્યું હતું

જો કે, આ સંસદનાં લોકસભા ગૃહમાં આ સવાલ ઉઠાવવામાં આવતાની સાથે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આ માંગણીને  તુરંત જ નકારી કાઢતા જણાવવામાં આવ્યું હતું કે,  તેમણે (ભાજપના સાંસદ ઠાકુરે) જે કહ્યું તે રેકોર્ડ પરથી કાઢી નાખ્યું છે. જો તે રેકોર્ડમાં નથી, તો ચર્ચા કેવી રીતે થઈ શકે? આમ વિપક્ષોનાં ભારે હંગામાં અને ખુદ ભાજપનાં આશ્ચર્ય વચ્ચે લોકસભા અધ્યક્ષ દ્વારા આ મામલો ઠારવાની સફળ કોશિશ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.