Not Set/ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદની લીધી શપથ, આ નેતાઓએ લીધા મંત્રી પદનાં શપથ

મહારાષ્ટ્રમાં એક મહિનાનાં રાજકીય નાટક બાદ શિવસેના-એનસીપી-કોંગ્રેસ હવે સરકાર રચવા જઇ રહી છે. ‘મહા વિકાસ અઘાડી’ નેતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6:40 વાગ્યે શિવાજી પાર્કમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેવા માટે પહોચી ગયા છે. આ પહેલીવાર થશે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. વળી શિવસેના […]

Top Stories India

મહારાષ્ટ્રમાં એક મહિનાનાં રાજકીય નાટક બાદ શિવસેના-એનસીપી-કોંગ્રેસ હવે સરકાર રચવા જઇ રહી છે. ‘મહા વિકાસ અઘાડી’ નેતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6:40 વાગ્યે શિવાજી પાર્કમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેવા માટે પહોચી ગયા છે. આ પહેલીવાર થશે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. વળી શિવસેના આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવામાં કોઈ કમી રાખી નથી. કોંગ્રેસના શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જી અને દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલને પણ આ શપથ ગ્રહણ સમારોહમાં જોડાવા આમંત્રણ અપાયું છે.

Image result for uddhava Thackeray oth"

શિવસેનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાનાં શપથ અપાવ્યા.

કોંગ્રેસનાં બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે મંત્રી પદનાં શપથ લીધા. રાજ્યપાલે તેમને પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા.

એનસીપીનાં છગન ભુજબલ મંત્રી પદનાં શપથ લઈ રહ્યા છે. ભુજબલને એનસીપીનાં મોટા નેતા માનવામાં આવે છે.

એનસીપી વિધાનસભા પક્ષનાં નેતા જયંત પાટિલે મંત્રીપદનાં શપથ લીધા હતા. રાજ્યપાલે તેમને પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા.

શિવસેનાનાં સુભાષ દેસાઇએ મંત્રીપદનાં શપથ લીધા.

શિવસેનાનાં એકનાથ સિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદનાં શપથ લીધા. રાજ્યપાલ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાનાં શપથ અપાવ્યા.

મુકેશ અંબાણી પત્ની અને પુત્ર સાથે પહોંચ્યા છે. ત્રણેય સ્ટેજ પર પહોંચી ગયા છે. આ સાથે એનસીપીનાં પ્રમુખ શરદ પવાર મંચ પર પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.