Not Set/ રેલવે મુસાફરી બનશે મોંઘી, ભાડામાં વધારો કરવાની તૈયારીઓ શરૂ

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે રેલવેનાં ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, રેલવે ભાડામાં 8-10 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે. રેલવેનો ખર્ચ વધતા આ ભાડા વધારો કરવાની તૈયારી થઈ રહી હોવાનુ સુત્રો જણાવી રહ્યા […]

India

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે રેલવેનાં ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, રેલવે ભાડામાં 8-10 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે. રેલવેનો ખર્ચ વધતા આ ભાડા વધારો કરવાની તૈયારી થઈ રહી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. રેલવે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે જેના અનુસાર, જે રૂટ પર સૌથી વધારે મુસાફરો હશે તે રૂટનાં ભાડામાં વધારો કરવામાં આવશે.

Image result for indian railway ticket counter"

આંકડાઓ કહે છે કે રેલવેનો ઓપરેટિંગ રેશિયો સતત ખરાબ થઈ રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં એટલે કે ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો 108 ટકા રહ્યો છે. ઓપરેટિંગ રેશયો એટલે 1 રૂપિયા કમાવવા માટે રેલવે કેટલો નાણાં ખર્ચ કરે છે. જો આ આંકડો 100 પાર થઈ જાય તો તેનો અર્થ એ થાય કે રેલવેનો ખર્ચ, રેલવેની કુલ આવક કરતા વધારે છે. જે રેલવે માટે બરાબર નથી. અગાઉ વર્ષ 2014,  જૂન મહિનામાં રેલવેનાં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે યાત્રી ભાડામાં 14.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.