નોટિસ/ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લુક આઉટ નોટિસ ,દેશ છોડીને ભાગી શકે છે ?

લુકઆઉટ નોટિસ જારી થયા બાદ દેશમુખ દેશ છોડી શકતા નથી. ઉલ્લેખનીય છે  કે વાસુલીના આરોપો બાદ અનિલ દેશમુખને ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યુ

Top Stories

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. 100 કરોડની વસૂલાતના આરોપ સામે  ઇડીએ આ લુકઆઉટ નોટિસ જારી કરી છે. લુકઆઉટ નોટિસ જારી થયા બાદ દેશમુખ દેશ છોડી શકતા નથી. ઉલ્લેખનીય છે  કે વાસુલીના આરોપો બાદ અનિલ દેશમુખને ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

રિપોર્ટ અનુસાર, ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમુખને દેશ છોડતા અટકાવવા માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત સમન્સ પાઠવ્યું છે પરંતુ તે હાજર થયા નથી. ગયા મહિને સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં વચગાળાની રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે 100 કરોડ રૂપિયા પડાવી લેવા માટે પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. બીજી બાજુ, ED એ પણ મની લોન્ડરિંગના કેસમાં તેની તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં ઇડીએ દેશમુખના અનેક સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા.

પરમસિંહે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું હતું કે અનિલ દેશમુખે ASI સચિન વાજેને શહેરમાં બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયાથી વધુ વસૂલાત કરવાનું કહ્યું હતું.

આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશના આધારે સીબીઆઈએ દેશમુખ સામે એફઆઈઆર નોંધાવી હતી. તે જ સમયે, દેશમુખ તેમની સામેના આરોપોને નકારી રહ્યા છે. ઇડી આ કેસમાં અનિલ દેશમુખના અંગત સચિવ અને અંગત મદદનીશની પહેલાથી જ ધરપકડ કરી ચૂકી છે. લુકઆઉટ નોટિસ જારી થયા બાદ અનિલ દેશમુખ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે.