Not Set/ સંસદમાં ઓવૈસીએ કર્યો સરકારને સવાલ, ગોડસે દેશભક્ત કે હત્યારો?

ભોપાલથી ભાજપની સાંસદ પ્રજ્ઞા ઠાકુરનાં ગોડસે પ્રેમ બાદ વિપક્ષ પૂરી રીતે ભાજપ પર હાવી થઇ ગયો છે. કોંગ્રેસે તો પ્રજ્ઞા ઠાકુરની સદસ્યતા રદ્દ કરવાની માંગ ઉઠાવી દીધી છે. તો બીજી તરફ આજે એઆઈએમઆઈએમ નાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રજ્ઞા ઠાકુરનાં બફાટ પર સરકારને ઘેરતા સવાલો કર્યા હતા. A Owaisi, AIMIM, in LS: You(LS Speaker)said that remarks […]

Top Stories India

ભોપાલથી ભાજપની સાંસદ પ્રજ્ઞા ઠાકુરનાં ગોડસે પ્રેમ બાદ વિપક્ષ પૂરી રીતે ભાજપ પર હાવી થઇ ગયો છે. કોંગ્રેસે તો પ્રજ્ઞા ઠાકુરની સદસ્યતા રદ્દ કરવાની માંગ ઉઠાવી દીધી છે. તો બીજી તરફ આજે એઆઈએમઆઈએમ નાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રજ્ઞા ઠાકુરનાં બફાટ પર સરકારને ઘેરતા સવાલો કર્યા હતા.

ઓવૈસીએ કહ્યુ કે, સરકાર અમને જણાવે કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતો કે હત્યારો? પ્રજ્ઞા ઠાકુર બાદ ગૃહમાં હંગામો થયો ત્યારે સાંસદોએ પોતાની વાતને રાખી. ત્યારબાદ અસદુદ્દીન ઓવૈસી ઉભા થયા અને કહ્યું, ‘2 ફેબ્રુઆરી 1948 નાં રોજ લોકસભા અધ્યક્ષે રાજકીય હિંસાની નિંદા કરી હતી. હું માત્ર સરકાર પાસેથી જાણવા માંગુ છું કે નાથુરામ ગોડસે હત્યારો છે કે દેશભક્ત? ”તેમણે કહ્યું કે સાંસદે એમ કહેવું જોઈએ કે નાથુરામ ગોડસે દેશભક્ત નહતો, આતંકવાદી હતો.

આ પછી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારત સરકાર વતી સત્તાવાર નિવેદન આપ્યું હતુ. જો કે, આ પછી પણ તેમણે સંસદીય બાબતોનાં પ્રધાનને સરકાર વતી નિવેદન આપવા જણાવ્યું હતું. સંસદીય બાબતોનાં પ્રધાન પ્રહલાદ જોશીએ નિવેદન આપ્યું કે, પીએમ મોદી દ્વારા તમામ સભ્યોને મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતી પર પદયાત્રા અને તેમના વિચારો વિશે વાત કરવા જણાવ્યું હતું. રાજનાથ સિંહએ કહ્યું કે નાથુરામ ગોડસે વિશે વિચારવું પણ ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.