Surat News: દિવાળીના તહેવારની રજાઓમાં સુરતના સરથાણા નેચરલ પાર્ક (Sarthana Nature Park) ખાતે સહેલાણીઓનો ભારે ધસારો (Diwali Tourist Rush) જોવા મળ્યો હતો. પરિવાર અને મિત્રો સાથે રજાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો પાર્કની મુલાકાતે પહોંચ્યા હતા. 9 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં 16,004 મુલાકાતીઓ નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા સુરત મહાનગરપાલિકાને ટિકિટબારી અને અન્ય સેવાઓ મારફતે કુલ રૂ. 4,72,020ની આવક થઈ હતી.
Sarthana Nature Park: સિંહ અને વાઘને નિહાળી બાળકોમાં ઉત્સાહ
સરથાણા નેચરલ પાર્ક સુરતવાસીઓ માટે ફરવા અને પ્રકૃતિના સાંનિધ્યમાં સમય વિતાવવાનું લોકપ્રિય સ્થળ છે. દિવાળીની રજાઓમાં શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો પરિવાર સાથે અહીં પહોંચ્યા હતા. પાર્કની હરિયાળી અને વિવિધ વન્યજીવોને નિહાળીને મુલાકાતીઓએ રજાનો આનંદ માણ્યો હતો. ખાસ કરીને સિંહ અને વાઘ જેવા પ્રાણીઓને નજીકથી નિહાળીને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુલાકાતીઓની ભીડને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા
દિવાળીના તહેવાર દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા પાર્કમાં વ્યવસ્થા જાળવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. ભીડનું નિયંત્રણ, સફાઈ અને સુરક્ષા સહિતની બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી મુલાકાતીઓને કોઈ અગવડ વિના પાર્કની મુલાકાતનો આનંદ માણી શકે.
આ પણ વાંચો: દિવાળીના વેકેશનમાં ગિરનાર બન્યું પ્રવાસીઓનું હોટસ્પોટ: રોપ-વે અને પગથિયાં પર ભારે ભીડ
આ પણ વાંચો: દૂધનું ઉત્પાદન વધ્યું, છતાં ઘી-માખણ મોંઘાં કેમ? જાણો ભાવવધારાનાં 4 કારણ
આ પણ વાંચો: ખાંડનો ભાવ રૂ.59.50 પ્રતિ કિલો પહોંચ્યો: ભારત કેટલું ઉત્પાદન કરે છે અને કેટલો વપરાશ થાય છે?
