Not Set/ મહારાષ્ટ્ર/ ધૂલે જિલ્લામાં નદીમાં પડી પિકઅપ વાન, 7 લોકોનાં મોત, 24 ઘાયલ

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં 7 લોકોનાં મોત અને 24 લોકો ઘાયલ થયા છે. શિરુર તાલુકાના વિંચર ગામ નજીક બોરી નદીમાં પિકઅપ વાન પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર વાનમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત રાત્રે 2 થી 3 દરમિયાન બન્યો હતો. ઘાયલોને ધુલે જિલ્લાની ડાયમંડ મેડિકલ […]

Top Stories

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં 7 લોકોનાં મોત અને 24 લોકો ઘાયલ થયા છે. શિરુર તાલુકાના વિંચર ગામ નજીક બોરી નદીમાં પિકઅપ વાન પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર વાનમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત રાત્રે 2 થી 3 દરમિયાન બન્યો હતો. ઘાયલોને ધુલે જિલ્લાની ડાયમંડ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે પીકઅપ વાન પુર ઝડપે હતી અને ડ્રાઇવર તેને કાબૂમાં કરી શક્યો નહીં. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી.

તમામ મૃતકો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના છે. તેઓ મહારાષ્ટ્રના ઉસ્માનબાદના ખેતરોમાં જઇ રહ્યા હતા. અને તેઓનો પરિવાર સાથે હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને આ અકસ્માતની માહિતી આપી હતી. બચાવકર્તાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ અને મૃતદેહોને બહાર કાઢ્યા  હતા. હાલમાં મૃત્યુ પામેલા લોકોના નામ જાણી શકાયા નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.