Not Set/ CM રૂપાણીનાં માર્ગદર્શનથી દાહોદમાં નિર્માણ પામેલું આરોગ્યવન આકર્ષણનું કેન્દ્ર બન્યું

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનથી દાહોદ જિલ્લાનાં રાબડાળ પાસે 4.40 હેક્ટર વિસ્તારમાં આરોગ્યવન વિકસાવવામાં આવ્યું છે. ગુજરાતનાં સૌથી મોટા ત્રણ કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આરોગ્યવનમાં 30 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીશ્રીનાં માર્ગદર્શનમાં આ આરોગ્યવનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં પ્રવાસીઓની સુવિધા માટે પગદંડી, બાંકડા, ઓબ્ઝર્વેશન ટાવર, વનકુટિર તથા ટોયલેટ બ્લોક […]

Gujarat Others

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનથી દાહોદ જિલ્લાનાં રાબડાળ પાસે 4.40 હેક્ટર વિસ્તારમાં આરોગ્યવન વિકસાવવામાં આવ્યું છે. ગુજરાતનાં સૌથી મોટા ત્રણ કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આરોગ્યવનમાં 30 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીશ્રીનાં માર્ગદર્શનમાં આ આરોગ્યવનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં પ્રવાસીઓની સુવિધા માટે પગદંડી, બાંકડા, ઓબ્ઝર્વેશન ટાવર, વનકુટિર તથા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. આ આરોગ્યવનમાં 71 પ્રકારની કુલ 3446 ઔષધીઓ રોપવામાં આવી છે. તમામ રોપા પાસે છોડનું નામ તથા તે કેવા પ્રકારની બીમારીમાં તે ઉપયોગી નીવડશે એ માહિતી દર્શાવવામાં આવી છે. તમામ છોડને ટપકસિંચાઈ પદ્ધતિથી પાણી આપવામાં આવે છે. સિંચાઈ માટે મુકાયેલી મોટર પણ સૂર્યઊર્જાથી સંચાલિત છે.

દાહોદથી બે કિમી દૂર આવેલા આરોગ્યવન આસપાસનાં આદિવાસી વિસ્તારને ટૂરિસ્ટ પોસ્ટ બનાવવા રૂપાણી સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. અહીં સામાજીક વનીકરણ વિભાગ દ્વારા 71 જાતના 3446 ઔષધીય રોપાઓ વાવવામાં આવ્યા છે. આ 71 જાતના રોપાઓમાં રૃખડો, નગોડ, મીંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયું, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીંગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔષધીય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધીય વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે. અમુક ગંભીર રોગોના આયુર્વેદિક ઇલાજ માટે જે વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે તેવી ઔષધીય વનસ્પતિઓ પણ અહીં ઉગાડવામાં આવી છે. આ આરોગ્યવનનું સંચાલન હવે રાબડાળ આદિવાસી મંડળી કરશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં નિર્માણ પામેલું આરોગ્યવન નાગરિકોમાં ઔષધીય રોપાઓની સમજ વિકસિત કરે તથા લોકો આયુર્વેદિક ઇલાજ અપનાવે તેવા ઉદ્દેશ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીંયા વિવિધ ઔષધીય વનસ્પતિઓ આગળ સાઇન બોર્ડ મુકીને તેમના નામ તથા તેના ઉપયોગો, ક્યાં રોગોમાં તેનો સારવાર તરીકે ઉપયોગ કરી શકાય તેની વિગતે માહિતી આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળને સામાન્ય નાગરિકો માટે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં પ્લે ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, ફૂડકોર્ટ પણ બનાવવામાં આવ્યું છે. અપંગ મુલાકાતીઓ માટે ખાસ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે તેમજ મુલાકાતીઓ મધ, ગુંદર સહિતની વિવિધ ઔષધી ખરીદી શકે તે હેતુસર એક સ્ટોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે, અહીં પ્રવાસીઓ આદિવાસી વિસ્તારની પરંપરાગત દાળપાનિયા, મકાઈપાનિયા, અડદની દાળનો સ્વાદ પણ માણી શકશે. આમ, મુખ્યમંત્રીશ્રીનાં માર્ગદર્શનમાં નિર્માણ પામેલું આરોગ્યવન પ્રકૃતિ, વનસ્પતિ, આયુર્વેદ અને ઔષધી પ્રેમીઓ માટે અભ્યાસ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.