Not Set/ રિલેશનશીપ/ સેક્સ તમારી હેલ્થ માટે છે ખૂબ જ જરૂરી, જાણો

સેક્સને લઇને આજે પણ આપણા દેશમાં સમજણનો ઘણો અભાવ જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, સેક્સ કર્યા પછી શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. જેમકે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, એટિટ્યૂડમાં ચેન્જ જોવા મળે છે સાથે સાથે કમરનાં કદમાં પણ ચેન્જ જોવા મળે છે. માત્ર એટલું જ નહિ સેક્સ દ્વારા તમે લાબું જીવન પણ […]

Relationships

સેક્સને લઇને આજે પણ આપણા દેશમાં સમજણનો ઘણો અભાવ જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, સેક્સ કર્યા પછી શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. જેમકે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, એટિટ્યૂડમાં ચેન્જ જોવા મળે છે સાથે સાથે કમરનાં કદમાં પણ ચેન્જ જોવા મળે છે. માત્ર એટલું જ નહિ સેક્સ દ્વારા તમે લાબું જીવન પણ હાંસિલ કરી શકો છો. જેવી રીતે સેક્સ કરવાથી શારીરિક પરિવર્તન જોવા મળે છે તેવી જ રીતે જો તમે સેક્સ કરવાનું બંધ કરો છો ત્યારે તમને શારીરિક ફેરફાર જોવા મળશે.

Image result for sex life"

સેક્સ ના કરવાથી અથવા સેક્સથી દુરી બનાવવાથી સૌ પ્રથમ તમારી યૌન ઈચ્છા પર અસર જોવા મળે છે. જો તમે ઈચ્છો તો સેક્સનાં બદલે માસ્ટરબેટિંગ કરી તમારી કામેચ્છાને જીવતી રાખી શકો છો. અહીં નોંધવા જેવું એ છે કે સેક્સથી દુરી બનાવાથી સ્ત્રી કરતા પુરુષોમાં વધારે અસર જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે જો પુરુષો લાંબા સમય સુધી તેમના પ્રાઇવેટ પાર્ટનો ઉપયોગ બાકી શરીરનાં પાર્ટની જેમ ના કરે તો તેમને ઈરેકટાઇલ ડિસઇફેકશનની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

Image result for sex life"

જયારે સ્ત્રીઓમાં યોનીની દીવાલો નબળી પડી જાય છે અને આવુ ખાસ કરીને મોટી ઉંમરની સ્ત્રીઓ જેમની ઉંમર 50 વર્ષથી ઉપર હોય, તેમનામાં જોવા મળે છે. રક્ત પ્રવાહનાં અભાવને કારણે યોનીની દીવાલ પાતળી અને નબળી પડી જાય છે. જો લાંબા સમય સુધી સેક્સથી અંતર બનાવામાં આવે તો તે ભય થતો હોય કે જયારે ઇન્ટરકોર્સ થાય ત્યારે સ્ત્રીઓને સેક્સુઅલ પ્લેજરનો એહસાસ થતો નથી.

Image result for sex life"

શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તમે સાંભળ્યું હશે કે સેક્સ શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. પરંતુ જો તમે લાંબા સમય સુધી સેક્સથી દુરી બનાવી રાખશો તો તમે ઇન્ફેકશન અને અન્ય રોગોનો શિકાર બની શકો છો. હેલ્થ એક્સપર્ટનું માનવું છે, કે નિયમિત રૂપે સેક્સ કરવાથી તમે કોઈ પણ પ્રકારનાં તણાવથી દૂર રહી શકો છો. પરંતુ જો તમે સેક્સથી અંતર બનાવી રાખશો તો તમારું સ્ટ્રેસ લેવલ વધતું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.