Not Set/ આરટીઓ કચેરી/ એજન્ટના પ્રવેશ પર પ્રતિબંધ છે તો,  પછી આટલા બધા એજન્ટો કચેરીમાં પોતાનો ધંધો કઈ રીતે ધમધમાવે છે…??

નવા મોટર વેહિકલ એકટની અમલવારીથી હજારો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીને hsrp નમ્બર પ્લેટ તો લોકોના માથા નો દુખાવો બની ગઈ છે. ત્યારે આ તકનો લાભ લઈને અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટો પોતાની મનમાની ચાલાવતા જોવા મળ્યા છે. જે નમ્બર પ્લેટ માટે 120 રૂપિયા ટુ વ્હીલરના અને 400 રૂપિયા 4 વ્હીલરના […]

Ahmedabad Gujarat

નવા મોટર વેહિકલ એકટની અમલવારીથી હજારો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીને hsrp નમ્બર પ્લેટ તો લોકોના માથા નો દુખાવો બની ગઈ છે. ત્યારે આ તકનો લાભ લઈને અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટો પોતાની મનમાની ચાલાવતા જોવા મળ્યા છે.

જે નમ્બર પ્લેટ માટે 120 રૂપિયા ટુ વ્હીલરના અને 400 રૂપિયા 4 વ્હીલરના છે, તેને બદલે એજન્ટો 1400 થી 1500 રૂપિયા વસૂલી રહ્યા છે.  એટલુંજ નહીં પરંતુ જે નમ્બર પ્લેટ લીગલી લગાવવા માં 1 મહિના જેટલો સમય લાગે છે. તેને બદલે આ એજએન્ટો નમ્બર પ્લેટ 24 કલાકમાં લાવી આપે છે.

સાથેજ એજન્ટો સાથે વાતચીત કરતા એજન્ટો પોતેજ કહી રહ્યા છે, કે અમારે તો ઉપરી અધિકારીઓ ને પૈસા આપવાના હોય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે થોડા મહિના અગાઉ આરટીઓ અધિકારીઓએ એજન્ટોને આરટીઓ કચેરીમા પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તો પછી આટલા બધા એજન્ટો આરટીઓ કચેરીમાં પોતાનો ધંધો કઈ રીતે ધમધમાવે છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.