Not Set/ અમદાવાદ/ 11 ઘરફોડ ચોરીનાં ભેદ ઉકેલાયો, AMTS-BRTSમાં ચોરી કરતી ટોળકી પણ ઝડપાઇ

અમદાવાદીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં ચોરીની દિવસેને દિવસે વધી રહેલી વારદાતો વચ્ચે અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે જબરી સફળતા મેળવામાં આવી છે અન એક સાથે અમદાવાદમાંની 11 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે, તો વળી AMTS-BRTSમાં ચોરી કરતી ટોળકી પણ ઝડપાઇ ગઇ છે. જી હા અમદાવાદ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના એક આરોપીની ધરપકડ કરવામાં […]

Ahmedabad Gujarat

અમદાવાદીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં ચોરીની દિવસેને દિવસે વધી રહેલી વારદાતો વચ્ચે અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે જબરી સફળતા મેળવામાં આવી છે અન એક સાથે અમદાવાદમાંની 11 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે, તો વળી AMTS-BRTSમાં ચોરી કરતી ટોળકી પણ ઝડપાઇ ગઇ છે.

જી હા અમદાવાદ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી દ્વારા 11 ઘરફોડ ચોરીના ભેદ ખોલવામાં આવ્યા છે. આરોપી પાસેથી 7 લાખથી વધુનો ચોરીનો મુ્દ્દામાલ જપ્ત પણ કરવામાં આવ્યો છે. સોના ચાંદીનાં 7 લાખની કિંમતના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સુનિલ મદનલાલ લખેરા નામક શખ્સની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું ખુલ્યું છે.

બીજી તરફ અમદાવાદની AMTS-BRTSમાં ચોરી કરતી ટોળકી પણ પોલીસનાં હાથે ઝડપાઇ ચૂકી છે. પાકીટ, પૈસા અને દાગીનાની ચોરી કરતી આ ટોળકીમાં અમિત ભવર, રાજન ગૌતમ નામનાં શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અનેક ચોરીના ભેદ ઉકેલ્યો છે. અને રૂ. 3 .77 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.