Not Set/ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે હૈદરાબાદના આ પોલીસ અધિકારી

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથેની ઘટનાના મામલામાં એક મોટા અપડેટ સામે આવ્યા છે. હૈદરાબાદ પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં દિશા કેસમાં ચારેય આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે સવારે હૈદરાબાદના એનએચ-44 પર પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું અને આરોપી માર્યા ગયા હતા. જણાવી દઈએ  કે આ સમયે સાઇબરાબાદ પોલીસની કમાન્ડ એક વ્યક્તિના હાથમાં છે જે એન્કાઉન્ટર નિષ્ણાત […]

Top Stories India

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથેની ઘટનાના મામલામાં એક મોટા અપડેટ સામે આવ્યા છે. હૈદરાબાદ પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં દિશા કેસમાં ચારેય આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે સવારે હૈદરાબાદના એનએચ-44 પર પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું અને આરોપી માર્યા ગયા હતા. જણાવી દઈએ  કે આ સમયે સાઇબરાબાદ પોલીસની કમાન્ડ એક વ્યક્તિના હાથમાં છે જે એન્કાઉન્ટર નિષ્ણાત માનવામાં આવે છે,વી.સી. સજ્જનાર

હૈદરાબાદમાં જ્યારે મહિલા ડોક્ટર સાથે બળાત્કારની ઘટના અને ત્યારબાદ જીવતી સળગાવવાની ઘટના સામે આવી ત્યારે આખા દેશમાં આશ્ચર્ય થયું હતું. પરંતુ આઠ દિવસમાં જ પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં આ ચારેય આરોપી માર્યા ગયા હતા.

આ પહેલા એક કોલેજની યુવતી પર એસિડ છાંટવામાં આવતાં તેલંગાણાના વારંગલમાં ભારે વિવાદ થયો હતો. પરંતુ થોડા જ સમયમાં 3 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. આ કેસ વર્ષ 2008 નો હતો,જ્યારે કસ્ટડીમાં રાખવામાં આવતા ત્રણેય આરોપીઓ પર પોલીસકર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં આરોપી ઠાર થયો હતો.

પોલીસ અધિકારી વી સજજનાર અનેક માઓવાદી એન્કાઉન્ટર ટીમના ભાગ પણ હતા. દોઢ વર્ષ પહેલા તેણે હૈદરાબાદમાં પોલીસ કમિશનર તરીકે કમાન્ડ લીધો હતો.જોકે આ એન્કાઉન્ટરમાં મેજિસ્ટ્રેટ તપાસ હજુ બાકી છે, કેમ કે એન્કાઉન્ટર કરવું જરૂરી હતું કે નહીં તે દરેક પાસા જોવામાં આવશે.

આપને જણાવી દઈએ કે 27 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં સ્કૂટીથી જતી એક મહિલા ડોક્ટર સાથે ચાર આરોપીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તે પછી તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.