અમદાવાદ,
યુવતીઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા અનેક પ્રકારની બજારૂ પ્રોડક્ટ વાપરતી હોય છે જેના કારણે તેમના ચહેરાની ત્વચા ઘણીવાર ખરાબ પણ થઇ જતી હોય છે.એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે બજારમાં મળતી કોસ્મેટીક પ્રોડક્ટમાં એવા કેમીકલ વાપરવામાં આવે છે જેના કારણે ત્વચાને નુકસાન થઇ શકે.
સ્કીનને સુંદર બનાવવા અહીં અમે તમને એક એવો નુસખો બતાવીએ છીએ જે બિલકુલ હાનિરહીત છે અને તમે તમારા ઘરે પણ તૈયાર કરી શકો છો.

સ્કીનની સુંદરતા વધારવા ચોખાના ઉપયોગને આયુર્વેદમાં પણ ગુણકારી ગણાવ્યો છે.ચોખામાં રહેલા એન્ટીઑક્સીડન્ટના ગુણ સાથે તેમાં વિટામિન-ઇ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે ત્વચાની કરચલીઓ દૂર થઇ જાય છે. આ સાથે જ ત્વચામાં નિખાર પણ આવવા લાગે છે.

ચોખાનો ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા તમારે સામગ્રીમાં એક ચમચી દૂધ, ચાર ચમચી ચોખા અને એક ચમચી મધનો ઉપયોગ કરવો. પેક બનાવવા માટે સૌથી પહેલા ચોખા ઉકાળી લો. ત્યારબાદ તેને ગાળીને એક કટોરીમાં રાખી લો. તેમાં દૂધ અને મધને મિક્સ કરી લો.

સૌથી પહેલા પોતાના ચહેરાને ઠંડા અને સાફ પાણીથી ધોઇ નાંખો. ત્યારબાદ ચોખામાંથી બનાવવામાં આવેલા આ ફેસપેકને પોતાના ચહેરા પર લગાવીને સુકાવા દો. આ પેકના સુકાઇ જવા પર ચોખાને ઉકાળેલા પાણીથી ચહેરાને ધોઇ નાંખો. આ પેકને ચહેરા પર અઠવાડિયામાં એકવાર ચોક્કસપણે લગાવો. આમ કરવાથી તમારી ત્વચા ડાઘ વગરની અને મુલાયમ બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
