Not Set/ કુખ્યાત લેડી ડોન સોનુંં સહિત 4 અમદાવાદની હોટલમાંથી ઝડપાયા, કેમ આવ્યા શહેરમાં ?

અમદાવાદની ઓઢવ પોલીસે બાતમીના આધારે માહી હોટેલમાં દરોડા પાડી રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના માહિતી મળી હતી કે કેટલાક લોકો હોટેલમાં બેસી દારુની મહેફિલ કરી રહ્યા છે, જેથી પોલીસે કાર્યવાહી કરહી હતી. સોનુ ડાંગરની સાથે અન્ય ગૌતમ પુનાની,શિવરાજ વિંછિયા અને હરપાલ સિંહ સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે. […]

Ahmedabad Gujarat Rajkot

અમદાવાદની ઓઢવ પોલીસે બાતમીના આધારે માહી હોટેલમાં દરોડા પાડી રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના માહિતી મળી હતી કે કેટલાક લોકો હોટેલમાં બેસી દારુની મહેફિલ કરી રહ્યા છે, જેથી પોલીસે કાર્યવાહી કરહી હતી. સોનુ ડાંગરની સાથે અન્ય ગૌતમ પુનાની,શિવરાજ વિંછિયા અને હરપાલ સિંહ સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે પોલીસે તમામ લોકોને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પહોંચી હતી, કારણ કે ચારમાંથી બે આરોપીઓ અમરેલીના હથિયારના ગુનામાં પણ વોન્ટેડ છે, જેથી પોલીસે તપાસ શરુ કરી છે કે, આ લોકો અમદાવાદમાં કેમ આવ્યા હતા? અને અમદાવાદ આવવા પાછળ કોઈ રહસ્ય છે કે કેમ?  મળતી માહિતી પ્રમાણે સોનુ ડાંગરનુ નામ સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. કારણ કે સોનુ ડાંગર સામે અગાઉ અનેક ગુનાઓ દાખલ થયેલા છે, અને પોલીસે ધરપકડ પણ કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.