રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલ પર ચર્ચા કરતી વખતે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી.ચિદમ્બરામે મોદી સરકારને પડકારતા ચેલેન્જની ભાષામાં કહ્યું કે, સરકાર જે બિલ લાવી રહ્યું છે, તે સંપૂર્ણ ગેરબંધારણીય છે. જે યોગ્ય છે તે જ પસાર કરવું એ આપણી જવાબદારી છે, જો આપણે બિન બંધારણીય બિલ પસાર કરીશું, તો પછીથી સુપ્રીમ કોર્ટ આ બિલનું ભવિષ્ય નક્કી કરશે. આમ બિલ જો રાજ્યસભામાં પસાર પણ કરી દેવામાં આવશે તો તેને SCમાં ચેલેન્જ કરવામાં આવશે જ તેવી ગર્ભીત ઘમકી પણ પૂર્વ નાણાંમંત્રી દ્વારા ઉઠાવવામાં આવી હતી.
આ દરમિયાન ચિદમ્બરમે સરકારને આવા ચાર પ્રશ્નો પણ પૂછ્યા હતા. પી.ચિદમ્બરમે કહ્યું કે, આ બિલ 14મી કલમનું ઉલ્લંઘન કરે છે, જેમાં સમાનતાના અધિકારનો સમાવેશ થાય છે. આમાં કાનૂની છીંડાઓનો જવાબ કોણ આપશે અને જવાબદારી કોણ લેશે. જો કાયદા મંત્રાલયે આ બિલને સલાહ આપી છે, તો ગૃહ પ્રધાને કાગળ રાખવો જોઈએ, જેણે પણ આ બિલ સૂચવ્યું છે, તેણે જ સંસદમાં લાવવું જોઈએ. તમે ફક્ત ત્રણ દેશો કેમ પસંદ કર્યા, બાકીનાને કેમ છોડી દો છો? તમે 6 ધર્મો કેમ પસંદ કર્યા? ફક્ત ખ્રિસ્તીઓ શા માટે મંજૂરી ? શ્રીલંકાનાં અને ભુતાનનાં હિંદુઓ અને ખ્રિસ્તીઓને કેમ બાકાત રાખવા જોઈએ? આવા ઘણા પ્રશ્નો છે જેને કારણે બિલ ગેરબંધારણીય છે અને તે SCમાં જરુર પડ્યે સાબિત પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
