અરવલ્લી જીલ્લાના મોડાસાના વેપારીએ કોઈ અગમ્ય કારણોસર ઉદયપુર હોટેલમાં સપરિવાર આત્મહત્યા કરી છે. જેમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું છે. અને બે બાળકોનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસામાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ગત રાત્રીએ પોતાના પરીવાર સાથે મોડાસાથી એસટી બસમાં શ્રીનાથજી જવા નીકળો હતો. આજે સવારે શ્રીનાથજી દર્શન કરી ઉદયપુર હોટલમાં પરિવાર રોકાયો હતો.
ઉદયપુરની હર્ષ પેલેસ હોટલમાં આ પરિવાર રોકાયો હતો. જ્યાં કોઈ અગમ્ય કારણોસર વેપારીએ સપરિવાર ઝેરી દવા પીધી હતી. અને આત્મહત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં માતા પિતાનું મોત અને બે બાળકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. પતિ-પત્નીનું મોત થયું છે. અને બે બાળકોને સારવાર માટે ખસેડાયા દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
