રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર થઇ ગયું છે. ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર રાજ્યસભામાં ફ્લોર મેનેજમેન્ટમાં માસ્ટર સાબિત થઇ છે. દેશભરમાં ભારે વિરોધ અને વિપક્ષોના હો-દેકારા વચ્ચે નાગરિકતા સુધારણા બિલ 2019 લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ વોટીંગ મારફતે બહુમત સાથે પાસ થઇ ગયું છે. નાગરિકતા સુધારણા બિલની તરફેણમાં 125 મતો પડ્યા હતા, તો 105 મતો બિલનાં વિરોધમાં પડ્યા હતા.
#CitizenshipAmendmentBill2019 passed in Rajya Sabha;
125 votes in favour of the Bill, 105 votes against the Bill pic.twitter.com/P10IqkSlCs— ANI (@ANI) December 11, 2019
આપને જણાવી દઇએ કે શિવસેના દ્વારા વોટીંગનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને આડકતરી રીતે બિલને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. શિવસેના દ્વારા લોકસભામાં ખુલ્લેઆમ બિલને ટેકો જાહેર કરાયા બાદ વલણમાં બદલાની વોતો જોવામાં આવી હતી. પરંતુ ભાજપ દ્વારા અંતે ફ્લોર મેનેજમેન્ટ ટેસ્ટ સફળતાથી પાસ કરી લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
