દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગ્યાનો મામલો સામે આવ્યો છે. આગ એટલી ભયંકર હતી કે તેણે આખા ઘરને ઘેલી લીધું હતું. શાલીમાર બાગ વિસ્તારમાં શનિવારે સાંજે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ત્રણ વૃદ્ધ મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ છે. આ ઘટનામાં ફાયરમેનોએ 3 બાળકો સહિત કુલ 7 લોકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી 3 મહિલાઓ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. આગ એટલી ભયંકર હતી કે આગને કાબૂમાં કરવા 9 ફાયર એંજીન પહોંચ્યા હતા. લાંબી ફાયર ઓપરેશન બાદ આગને કાબૂમાં કરી શકાયા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાંજના 6 વાગ્યાની આસપાસ આગ શરૂ થઈ હતી. શાલીમાર બાગના બીક્યુ બ્લોક પર સ્થિત એક બહુમાળી મકાન છે. ત્યાં જમીન પર પાર્કિંગ, તેમજ ઉપરથી ચાર માળ છે. આ બિલ્ડિંગમાં ઘણા પરિવારો રહે છે. સાંજના છ વાગ્યાની આસપાસ પ્રથમ માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આ આગ રસોડામાંથી શરૂ થઈ અને થોડા જ સમયમાં આખી ઇમારતને ચપેટામાં લઇ લીધી હતી. આગ પછી બિલ્ડિંગની અંદર ફસાયેલા કેટલાક લોકો બહાર આવ્યા હતા, જ્યારે કેટલાક લોકો આગમાંથી બહાર નીકળી શક્યા ન હતા. સીડી પર ધુમાડો ફેલાયો હોવા કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું.
બાતમી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કામગીરી દરમિયાન લોકોને બહાર કાઢવામાંનું કામ શરૂ કરાયું હતું. ફાયરમેને 3 બાળકો સહિત કુલ 7 લોકોને બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં 3 મહિલાઓના મોત નીપજ્યાં. આ અકસ્માતમાં ફાયર વર્કરને પણ ઈજા થઈ છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે દિલ્હીના મુંડકા વિસ્તારમાં લાકડાના વેરહાઉસને આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 21 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સખત મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે આ આગની ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ થઈ નહતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
