ગીર સોમનાથના ઉનાના સૈયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર દરીયામાં ત્રણ બોટ ખલાસીઓની નજર સામે જ ડૂબી ગઈ છે. આ ઘટનામાં કુલ ત્રણ માછીમારોના મોત થતા છે.
આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા. જેમાંથી 16ખલાસીઓને બચાવી લેવાયા છે. જ્યારે અન્ય લાપતા પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે બોટ ડૂબ્યાની જાણ થતાની સાથે જ અન્ય માછીમારો અને બચાવ ટીમ તેઓની મદદ માટે દોડી આવી હતી. જેમાં મોટાભાગના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. આ મામલે દુઃખ સમાચાર એ છે કે આ ઘટનામાં ત્રણ માછીમારોના મોત નીજ્યા છે જ અને તેમના મૃતદેહ મળી આવ્યા છે.
ત્રણેય બોટ કયા કારણોસર ડૂબી તે હજી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
