Not Set/ દાઉદી વ્હોરા સમાજ/ ૫૩માં ઘર્મગુરૂ ડો.સૈયદ આલીકદર મુફદલ સૈફફુદીન સાહેબને ૭૬માં જન્મદિનને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ઘર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ઘર્મગુરૂ ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.   આ વેળાએ મુખ્યંત્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહલગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ […]

Gujarat Others

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ઘર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ઘર્મગુરૂ ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

 

આ વેળાએ મુખ્યંત્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહલગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃધ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

સૈયદના સાહેબના શિક્ષણ, પર્યાવરણની ચિંતા કરી સમાજને શિક્ષિત, પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા. સૈયદના સાહેબ તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.  મેયર જગદીશભાઈ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય હર્ષ સંધવી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.