સુરતમાં મોટા પ્રમાણમાં ટુરિસ્ટ વિઝા પર આવેલી વિદેશી યુવતીઓ મોલમાં ચાલતા સ્પાની અંદર કામ કરે છે. જેને લઈને સુરત પીસીબીએ રાત્રી સમયે દરોડા પાડવા મોટા પ્રમાણમાં સ્પાની અંદર યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પા સંચાલકોની ધરપકડ કરી હતી.
ડુમસ રોડના રાહુલરાજ મોલની વાત કરવામાં આવે તો બીજા માળે જતા ની સાથે એવું લાગે કે તમે થાઇલેન્ડમાં આવી ગયા હોવ, તેવો માહોલ જોવા મળે છે. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ સ્પા ચાલતા હોય તેવું અહીં સ્પષ્ટ થાય છે.
હાલમાં તો અહીં આવેલા ૧૭ સ્પામાં રેડ પાડી હતી. પોલીસના દરોડામાં કેટલાક સ્પા બંધ હતા. 7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 27 થાઇલેન્ડની યુવતીઓ મળી આવી હતી.
જેથી પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે. સાથો સાથ માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે. વધુમાં વર્કમપરમિટ વગર રહેતી યુવતીઓને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164 અંતર્ગતનું નિવેદન પણ લેવડાવવામાં આવશે.
સુરતમાં મોટા પ્રમાણમાં વિદેશી યુવતીઓ આવી ટુરિસ્ટ વિઝા પર આવી મોલ માં ચાલતા સ્પાની અંદર કામ કરતી હોય છે. જેને લઈ સુરત પીસીબી દ્વારા રાત્રી સમયે રેડ કરતા મોટા પ્રમાણ માં સ્પાની અંદર યુવતીઓ મળી આવતા પોલીસે સ્પા સંચાલકોની ધરપકડ કરી.
સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં રેડ કરતા ચર્ચાનો વિસય બની ચુક્યો છે સ્પાની અંદર વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની યુવતીઓ કામ કરી રહી છે. તે માહિતીના આધારે રેડ કરતા મોટા પ્રમાણમાંમાં વિદેશી યુવતીઓ મળી આવી હતી. પોલીસે 17 સ્પા માં રેડ કરી જેમાંથી 27 યુવતીઓ મળી આવી જેથી પીસીબીએ યુવતીને છોડાવી સ્પા સંચાલકો ની ધરપકડ કરી હતી. શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ હોય તેવી પહેલી ઘટના છે.
આ ઘટનામાં પોલીસે, નરેશ પટેલ, અક્ષ પટેલ, અભય સુરડકર, સુભાષ ગુરવડક, સુનિલ શીંગ, વિજય કસ્તુરે, વિગેરેની ધરપકડ કરવામાં આવી છે. જયારે બ્લુઆઇ થાઇ સ્પા દર્શન હિરપરા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ સ્પા ચાલતા હોય તેવું અહીં સ્પષ્ટ થાય છે. હાલમાં તો 17 સ્પામાં રેડ પાડી હતી. વર્કપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164નું નિવેદન પણ લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.