HighCourt/ ઉત્તરાયણની ઉજવણીને લઈને સરકારની હાઇકોર્ટમાં સ્પષ્ટતા, ધાબા પર મર્યાદિત સંખ્યામાં જ થઈ શકશે ઉજવણી

ઉત્તરાયણ મુદ્દે સરકારની ગાઇડ લાઇન તેમજ પોલીસ ખાતા દ્વારા જાહેર કરવામાં આવતા જાહેરનામા ઉપરાંત કોરોના નો ખતરો રહેતો હોય હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

Top Stories Gujarat
1

મંતવ્ય બ્રેકીંગ ન્યૂઝ
ઉત્તરાયણને લઇ એડવોકેટ જનરલનું નિેવેદન
ધાબા પર માત્ર ઘરનાં જ સભ્યો કરી શકશે ઉજવણી
ધાબા પર લાઉડ સ્પીકરનાં ઉપયોગ પર પ્રતિબંધ
એક બ્લોકમાં સોસા.નાં મર્યાદિત લોકો ધાબે જઇ શકશે
તે માટે ચેરમેનની લેવી પડશે મંજૂરી
14મી જાન્યુ.સુધી રાત્રિ કર્ફયૂનો કરાશે કડક અમલ

ઉત્તરાયણ મુદ્દે સરકારની ગાઇડ લાઇન તેમજ પોલીસ ખાતા દ્વારા જાહેર કરવામાં આવતા જાહેરનામા ઉપરાંત કોરોના નો ખતરો રહેતો હોય હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજી પર એડવોકેટ જનરલે જવાબ રજૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહીં થઇ શકે તેમ જણાવ્યું છે. તેમજ ધાબા પર માત્ર તેમજ નજીકના વર્તુળો તેમજ સોસાયટીના લોકો મર્યાદિત સંખ્યામાં જ એકત્ર થઇ શકશે દૂરના લોકો બહોળા પ્રમાણમાં એકત્ર થઇ શકશે નહીં.

A FADING PASSION

Rajkot / ગોંડલમાંથી નિખિલ દોંગા ગેંગના હિસાબનીશની ધરપકડ, નાણાના કાળા …

રાજ્ય સરકારે એડવોકેટ જનરલ મારફત કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.આ ઉપરાંત ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ આપતા પોતાની ભૂલ સ્વીકારી છે. જેમાં સરકાર દ્વારા જણાવામાં આવ્યું કે કોરોનાકાળ દરમિયાન દિવાળીના તહેવારમાં છૂટછાટ આપવી એ ભૂલ હતી. સરકારે કોર્ટમાં જણાવ્યું કે એકવાર ભૂલ થઇ બીજી વાર ભૂલ નહીં થાય. દિવાળી વખતે બંદોબસ્તમાં ભૂલ થઇ હોવાનું પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું તેમજ આ વખતે ઉતરાયણ નિમિત્તે આ દિશાનિર્દેશનો અમલ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

Uttrayan in pictures! – Hitchy's World

Vaccine / બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનમાં ફાઈઝરની રસી અસરકારક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…