Not Set/ સુરત/ મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નહિ સરકાર છે – મેમોથી કંટાળેલા રીક્ષાચાલકનો આપઘાત

સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે. રીક્ષાચાલક સરફરાઝ શેખે પોતાના ઘરમાં પંખા સાથે દોરડા પર લટકી અને અંતિમ પગલું ભરી લીધુ હતું. આ ઘટના બાદ […]

Gujarat Surat

સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે.

રીક્ષાચાલક સરફરાઝ શેખે પોતાના ઘરમાં પંખા સાથે દોરડા પર લટકી અને અંતિમ પગલું ભરી લીધુ હતું. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સુરતના આ રીક્ષા ચાલકે પોતાના આપઘાત પાછળ સરકારને  જવાબદાર ગણાવતા અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે

Image result for fasi

ટ્રાફિકના નિયમોથી કંટાળીને વારે વારે મેમો ભરી અને પોલીસથી કંટાળી સુરતના 65 વર્ષીય રીક્ષા ચાલકે આપઘાત કરી લીધો છે. અને એક સ્યુસાઈડ  નોટ પણ લખી છે અને તેને ઘરની દીવાલ પર સેલોટેપ ની મદદ થી ચોટાડી  છે. આ સ્યુસાઈડ નોટ માં પોતાના મોત માટે ઘર કે પરિવાર ને દોષ નહિ હોવાની પરંતુ માત્ર  સરકાર જ તેમની આત્મ હત્યા માટે જવાબદાર હોવાનું સ્પષ્ટ લખ્યું છે.

 સરફરાઝ શેખે અંતિમ ચિઠ્ઠીમાં વધુમાં લખ્યું, “મારી મોતનો જવાબદાર મારા પરિવારવાળા નથી સરકાર છે. મારી મોત બાદ મીડિયાને બોલાવજો, પેપરવાળાને બોલાવજો. મારી રીક્ષાના પેપર મારી ફાઇલમાં છે. મારી રીક્ષા વેચીને મારી અંતિમ ક્રિયા કરજો. આ કાયદાથી બહુ રીક્ષાવાળા પરેશાન છે. (પ્રતિકાત્મક તસવીર)

સ્યુસાઈડ નોટમાં સરફરાઝ શેખે સ્પષ્ટ લખ્યું છે કે, નવા ટ્રાફિકના નિયમ પ્રમાણે 500 રૂપિયા દંડ ફટાકારાતો હોવાના કારણે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. નવા ટ્રાફિક નિયમોથી ત્રાસી સુરતના આ 65 વર્ષીય રીક્ષા ચાલકે આપઘાત કરી લીધો છે.

સાથેસાથે સરફરાઝ શેખે સ્યુસાઈડ નોટમાં  વડાપ્રધાન મોદીને પણ આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. તેણે લખ્યું છે કે,  “ પોલીસ કમિશનર સાહેબ હું એક રીક્ષાવાળો છું અને રીક્ષા ચલાવી મારું અને મારા પરિવારનું પાલન કરું છુ. મોદી સાહેબે ખરાબ કાયદા બહાર પાડ્યા હોવાથી બધા રીક્ષાવાળા હેરાન થઈ ગયા છે, પોલીસ એક વાર રોકે એટલે 500 રૂપિયા દંડે છે. રીક્ષાવાળો 5-10 કરીને 500 રૂપિયા કમાતો હોય તો દંડ કેવી ભરે અને પરિવાર કેવી રીતે પાળે…?

સરફરાઝ શેખે સ્યુસાઈડ નોટમાં વધુમાં લખ્યું છે કે,  “મારી મોતનો જવાબદાર મારા પરિવારવાળા નથી સરકાર છે. મારી મોત બાદ મીડિયાને બોલાવજો, પેપરવાળાને બોલાવજો. મારી રીક્ષાના પેપર મારી ફાઇલમાં છે. મારી રીક્ષા વેચીને મારી અંતિમ ક્રિયા કરજો. આ કાયદાથી બહુ રીક્ષાવાળા પરેશાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.