Not Set/ ભાવનગર/ અધેવાડા ગામને ચુંટણી પહેલા મનપામાં સમાવેશ કરવા વિચારણા, લોકોનો ભારે વિરોધ

ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામને આગામી ચુંટણી પહેલા નવા સીમાંકન મુજબ મહાનગર પાલિકા માં સમાવેશ કરવા તંત્ર દ્વારા વિચારના કરવામાં આવી રહી છે. ત્યારે ગામજનોમાં મહાનગર પાલિકા માં સમાવેશ કરવા સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે. ગત ચુંટણી પહેલા મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલા ગામોને આજ દિન સુધી કોઈ સીવિધા મહાનગર પાલિકા દ્વારા આપવામાં નથી આવી […]

Gujarat Others

ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામને આગામી ચુંટણી પહેલા નવા સીમાંકન મુજબ મહાનગર પાલિકા માં સમાવેશ કરવા તંત્ર દ્વારા વિચારના કરવામાં આવી રહી છે. ત્યારે ગામજનોમાં મહાનગર પાલિકા માં સમાવેશ કરવા સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે. ગત ચુંટણી પહેલા મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલા ગામોને આજ દિન સુધી કોઈ સીવિધા મહાનગર પાલિકા દ્વારા આપવામાં નથી આવી તો અધેવાડાના પણ એ જ હાલ થશે તેવું જણાવી લોકોએ પ્રબળ વિરોધ કર્યો છે. અને જો છતાં મનપામાં સમાવેશ કરશે તો લોકો દ્વારા ઉગ્ર અંદોલનની કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.

ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામ કે જે ગામ પંચાયતમાં આવે છે અને જે સીટી થી નજીક હોવાથી આગામી સમયમાં ચુંટણી પહેલા નવા સીમાંકનમાં સમાવેશ કરી મહાનગર પાલિકામાં સમાવેશ કરવાની વિચારના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અધેવાડા ગામના રહીશોમાં મહાનગર પાલિકામાં સમાવેશ કરવા બાબત ભારે વિરોધ ઉઠી રહ્યો છે.

અધેવાડા ગામ જે ગ્રામપંચાયતમાં છે અને ગ્રામપંચાય દ્વારા પાણી, રોડ, ડ્રેનેજ, લાઈટ સહિતની તમામ સુવિધાઓ સમયસર આપવામાં આવી રહી હોવાથી લોકોને અધેવાડા ગામને મહાનગર પાલિકામાં સમાવેશ કરવા સામે વિરોધ છે. ગત ચુંટણી માં ભાવનગરના નવા સીમાંકન મુજબ શહેરની નજીક આવેલા સીદસર, રુવા, અકવાડા, તરસમીયા અને નારી સહીત પાંચ ગામોને મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો છે. જેને ચાર વર્ષ વીતવા છતાં આ ગામોને મહાનગર પાલિકા દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી તેવા આક્ષેપ સાથે લોકોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. અને જો અધેવાડા ગામને મહાનગર પાલિકામાં સમાવેશ કરવા મજબુર કરશે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અધેવાડાને નવા સીમાંકનમાં સમાવેશ કરવાની વાત અંગે અધેવાડા ગામના સરપંચ દ્વારા જણાવાયું હતું કે ગામ પંચાયત દ્વારા લોકોને જે સુવિધા મળી રહી છે તેના થી લોકોને સંતોષ છે. અને અધેવાડા ગામ ના લોકો મહાનગર પાલિકામાં ભળવાની વાતનો વિરોધ કરી રહ્યા છે. ગામના લોકોએ રજૂઆત પણ કરી છે અને જરૂર પડે ઉપર સુધી આ મુદ્દે રજૂઆત કરી અધેવાડાને મહાનગર પાલિકામાં સમાવેશ નહિ કરવા ઉગ્ર વિરોધ સાથે માંગ કરી છે.

અધેવાડા ગામને મહાનગર પાલિકામાં સમાવેશ કરવાની માત્ર વિચારના સામે લોકોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો હતો. અને જે અંગે અધેવાડાના લોકો દ્વારા જાણવામાં આવ્યું હતું કે જો અધેવાડા ગામને મહાનગર પાલિકા માં સમાવેશ કરવામાં આવશે તો ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન અને ભૂખ હડતાલ પણ કરશે. કેમ કે ગત સમયમાં જે ગામો મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો છે તે ગામોમાં અધેવાડાના અનેક લોકોના સંબંધીઓ રહે છે અને તેમને મળતી સુવિધા જોઈ ગામ પંચાયતની સુવિધા સારી હોવાનું લાગી રહ્યું છે. મહાનગર પાલિકામાં સમાવેશ બાદ સુવિધાને બદલે દુવિધાઓ વધતી હોવાનું લોકોને લાગી રહ્યું છે. જેથી અધેવાડા ગામના લોકોનો મહાનગર પાલિકામાં સમાવેશ કરવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાવનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયા બાદ નારી, સીદસર, રુવા સહીતના પાંચ ગામોની હાલત જોયા બાદ અધેવાડા ગામના લોકોનો નવા સીમાંકન બાદ મહાનગર પાલિકામાં સમાવેશ કરવાનો જે વિરોધ છે પરંતુ શું સરકાર દ્વારા કોઈ એવું કામ કરવામાં આવે કે જેના થી લોકોને મહાનગર પાલિકામાં સમાવેશ કરવા બદલ માનવી લેવામાં આવે છે કે આગામી સમયમાં લોકો દ્વારા અંદોલન કરી સમાવેશ નહિ કરવા દેવામાં આવે તે તો આગામી સમયમાં જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.