Not Set/ CAA/ મલેશિયાના વડા પ્રધાનને એમઈએની સલાહ – ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી ન કરો

મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમાદે નાગરિકતા સુધારો કાયદાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા. હવે તેમના નિવેદન પર ભારતે વળતો પ્રહાર કર્યો છે. CAAને સંપૂર્ણ આંતરિક બાબત ગણાવતાં વિદેશ મંત્રાલયે મલેશિયાના વડા પ્રધાનને આવી ટિપ્પણીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમાદે નાગરિકતા સુધારો કાયદાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા. હવે તેના નિવેદન પર ભારતે […]

Top Stories World

મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમાદે નાગરિકતા સુધારો કાયદાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા. હવે તેમના નિવેદન પર ભારતે વળતો પ્રહાર કર્યો છે. CAAને સંપૂર્ણ આંતરિક બાબત ગણાવતાં વિદેશ મંત્રાલયે મલેશિયાના વડા પ્રધાનને આવી ટિપ્પણીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમાદે નાગરિકતા સુધારો કાયદાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા. હવે તેના નિવેદન પર ભારતે વળતો પ્રહાર કર્યો છે. તેને સંપૂર્ણ આંતરિક બાબત ગણાવતાં વિદેશ મંત્રાલયે મલેશિયાના વડા પ્રધાનને આવી ટિપ્પણીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે મલેશિયાના વડા પ્રધાનની ટિપ્પણીને ખોટી ગણાવી છે.

શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલેશિયાના વડા પ્રધાને એવી બાબતમાં ટિપ્પણી કરી છે જે ભારતની આંતરીક છે. નાગરિકતા સુધારો કાયદો એ છે કે જેઓ અમારા નાગરિક નથી અને અન્ય દેશોમાં લઘુમતીમાં  છે તેમને નાગરિકત્વ આપવાનું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અધિનિયમથી ભારતના નાગરિકોની નાગરિકત્વ પર કોઈપણ રીતે અસર થતી નથી અને નાગરિકત્વના અધિકારનો ભંગ થતો નથી.

મહાથિરે આ ટિપ્પણી કરી હતી

વિદેશ મંત્રાલયે મલેશિયાને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળવાનું કહ્યું છે. મહત્વનું છે કે, મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે શુક્રવારે કુઆલાલંપુર સમિટ 2019 માં ભારતના નવા નાગરિકત્વ કાયદાની ટીકા કરી હતી. મલેશિયાના વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દુખની વાત છે કે ભારત, જે બિનસાંપ્રદાયિક દેશ હોવાનો દાવો કરે છે, કેટલાક મુસ્લિમોને તેમની નાગરિકતાથી વંચિત રાખવા કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે આ કાયદાની આવશ્યકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે આના કારણે લોકો મરી રહ્યા છે. જ્યારે લોકો 70 વર્ષથી કોઈ સમસ્યા વિના સાથે રહી રહ્યા છે, તો પછી આ કેમ કરવું પડ્યું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.