અમદાવાદ,
મેરીયોર્ટ ગૃપની ફાઇવ સ્ટાર હોટલ રેનીસનમાં થઇ રહ્યા છે ગ્રાહકોની હેલ્થ સાથે ચેડા. આ હોટલમાં એક પરિવારના 18 જેટલા લોકો જમવા માટે ગયા હતા. પરિવારના આ સભ્યો હોટલમાં હોંશે હોશે જમવા તો ગયા પરંતુ ફૂડમાંથી જીવડાં, જીવજંતુ, તેમજ વાળ નિકળ્યો. અચાનક જ આ રીતે ફૂડમાંથી જીવજંતુ નિકળતાં પરિવારના લોકો ગભરાઇ ગયા હતા અને હોટલમાં હાજર ઇન્ચાર્જ મહેન્દ્ર દેસાઇને આ ઘટના અંગે વાતચીત કરી હતી. પરંતુ મહેન્દ્ર દેસાઇએ યોગ્ય જવાબ પણ આપ્યો ન હતો.
હોટલનું ફૂડ જમ્યા બાદ એક બાળકનીને ફૂડ પોઇઝનિંગ થઇ ગયૂં હતું. જમવામાં કેરીનો રસ તેમજ અન્ય વાનગીમાંથી આ ફૂડ પોઇઝનિંગ થયું હતું. નાની બાળકીને અચનાક જ ઉલ્ટી થતાં સૌ કૌઇ ચોંકી ઉઠ્યા હતા. ખાસ વાત તો એ છે કે એક માસૂમ બાળકીને હોટલનું ફૂડ ખાધા બાદ ઉલ્ટી થતાં હોટલના સત્તાધીશોને પેટનું પાણી હલ્યું નહીં. જો કે ત્યારબાદ જમવા આવેલા આ પરિવાર બિલની માંગણી કરી હતી. પરંતુ આ મહેન્દ્ર દેસાઇ નામના શખ્સ બિલ આપવા માટે પણ અલ્લા ગલ્લા કરી રહ્યો હતો. આ પરિવારના લોકોને બિલ માટે 3 કલાક સુધી આમતેમ ફરાવ્યા હતા.
આ અંગે મંત્વય ન્યૂઝની ટીમે જ્યારે સત્તાધીશો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે કેમેરા જોઇને રોશે ભરાયેલા મહેન્દ્ર દેસાઇ તેમજ અન્ય બીજા શખ્સોએ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમજ ધક્કામુક્કી કરીનો પ્રયાસ કર્યો હતો.
