Surat News/ સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસની ઝડપી કાર્યવાહીમાં આરોપી ઝડપાયો

Ichhapore rape case: સુરતના ઈચ્છાપોરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં માતાના પરિચિતની ધરપકડ કરવામાં આવી. બાદમાં લોકઅપમાં આરોપીએ પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

Surat Top Stories Gujarat Breaking News
Ichhapore rape case: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, માતાના પરિચિતની ધરપકડ

Surat News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Ichhapore rape case) આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. બાળકીની માતાના પરિચિત શખ્સે ઘરમાં એકલતાનો લાભ લઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. ફરિયાદ મળ્યા બાદ ઈચ્છાપોર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ આરોપીએ પોલીસ લોકઅપમાં પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતાં પોલીસ સ્ટાફમાં દોડધામ મચી હતી. પોલીસની સતર્કતાને કારણે સમયસર તેને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Ichhapore rape case: જમવા બોલાવ્યા બાદ બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ અન્ય રાજ્યનો અને મોરા ગામની તપોવન સોસાયટીમાં રહેતો મનીષ પરશુરામ રાય બાળકીની માતાના પરિચયમાં હતો. ઘટનાના દિવસે બાળકીની માતાએ પોતાની 8 વર્ષની દીકરીને (8-year-old girl) આરોપીના ઘરે જમવા માટે મોકલી હતી.આ દરમિયાન ઘરમાં કોઈ અન્ય વ્યક્તિ હાજર ન હોવાનો લાભ લઈ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. બાળકી કોઈને (child abuse case) વાત ન કરે તે માટે તેને ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

બાળકીએ ઘરે પરત આવી માતાને સમગ્ર ઘટના અંગે જાણ કરતાં પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પોલીસની ઝડપી કાર્યવાહી, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

ફરિયાદ મળ્યા બાદ ઈચ્છાપોર પોલીસે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસથી બચવા આરોપી મોબાઈલ ફોન ઘરે મૂકીને ફરાર થયો હોવાની માહિતી છે.જોકે, પોલીસની ટેક્નિકલ તપાસ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપી મનીષ રાયને મગદલ્લા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી.

લોકઅપમાં પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ

ધરપકડ બાદ આરોપીને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે લોકઅપમાં જ પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી તેને બચાવી લીધો હતો.આ ઘટનામાં આરોપીને માથાના ભાગે ઈજા થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની સતર્કતાથી મોટી ઘટના ટળી

ACP શ્વેતા ડેનિયલે જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ બાદ લોકઅપમાં આરોપીએ પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓની સમયસૂચકતાથી તેને તાત્કાલિક સારવાર મળી શકી હતી.

બાળકી સાથેના દુષ્કર્મના આરોપ અંગે પોલીસ (Ichhapore Police) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો: સગીરાને મદદના બહાને લઈ ગયા બે યુવકો, દુષ્કર્મના આરોપ બાદ નહેરમાં ધકેલી

આ પણ વાંચો: અમદાવાદના રામોલમાં 12 વર્ષની સગીરા પર મોટાબાપુએ જ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: ઉપલેટાના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ