ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે નાગરકિતા સુધારણા કાયદાને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. હંગામા અને રમખાણો અંગે તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જે સરકારમાં છે તેઓ તોફાનો ફેલાવી રહ્યા છે. અખિલેશ યાદવે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે, સત્તા પર રહેલી એકમાત્ર પાર્ટીને તોફાનોથી ફાયદો થાય છે.
આજે દેશભરમાં CAA નાં વિરોધમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે રાજકારણ પણ ખૂબ જોરસોરથી ચાલી રહ્યુ છે. આજે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સપાનાં કાર્યકરોએ હંગામો મચાવ્યો હોવાના આક્ષેપો અંગે તેમણે કહ્યું કે, અમે માત્ર નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કર્યો છે. અમે કોઈ પણ પ્રકારની તોડફોડ કરી નથી. ભાજપનાં ઇશારે તોફાનો કરાવવામાં આવી રહ્યા છે.
Akhilesh Yadav, ex-CM & SP leader: As far as riots are concerned, those inciting riots are sitting in the govt itself. Only those sitting in the govt will be benefitted by riots. BJP is deliberately spreading hatred, scaring people. They have failed on the front of real issues. pic.twitter.com/Q37p8FZ681
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 22, 2019
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારણા અધિનિયમ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્હી, પટના અને કર્ણાટક પછી આજે જયપુરમાં આ કાયદા સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, જયપુરમાં સવારે 6 વાગ્યાથી રાત્રીનાં 8 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ અને જયપુર મેટ્રો સેવાઓ પણ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ છે. નાગપુરમાં ભાજપ અને સંઘ સાથે સંકળાયેલા સંગઠનો કાયદાનાં સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
