Not Set/ દિલ્હી રામલીલા મેદાન/ PM મોદીએ આપ્યો સંદેશ, કહ્યુ-ધીમી ગતિથી ન કામ ચાલશે, ન ચાલવા દઇશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીનાં રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધન કરી રહ્યા છે. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનાં વિરોધ વચ્ચે પીએમ મોદીની આ પહેલી રેલી છે. પીએમ મોદીએ ‘વિવિધતામાં એકતા, ભારતની લાક્ષણિકતા’ નાં નારા લગાવીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી. पीएम मोदी ने दिल्ली रैली की शुरुआत 'विविधता में एकता, भारत की विशेषता', नारा लगवाकर की। […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીનાં રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધન કરી રહ્યા છે. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનાં વિરોધ વચ્ચે પીએમ મોદીની આ પહેલી રેલી છે. પીએમ મોદીએ ‘વિવિધતામાં એકતા, ભારતની લાક્ષણિકતા’ નાં નારા લગાવીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, દિલ્હીની ગેરકાયદેસર વસાહતોનાં વિકાસમાં ઘણા અવરોધો કરવામાં આવ્યા. જ્યારે જીવનમાંથી અનિશ્ચિતતા નિકળી જાય છે, ત્યારે એક મોટી ચિંતા દૂર થાય છે, ત્યારે તેની શું અસર થાય છે, હું આજે તમારા બધાનાં ચહેરા પર જોઈ રહ્યો છું. તમારો ઉત્સાહ હુ જોઇ રહ્યો છુ. આ રામલીલા મેદાન છે, તે અનેક પ્રસંગોનું સાક્ષી બન્યું છે. આપણા બધાને આશીર્વાદ આપવા માટે, દેશના ખૂણે-ખૂણેથી લોકો આવ્યા છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

તેમણે કહ્યું કે, અગાઉની સરકારે ઈમાનદારી બતાવી નહી. સમસ્યાને ઠીક કરવાનો કોઈ ઇરાદો બતાવ્યો નહી. દિલ્હીનાં 40 લાખ લોકોનાં જીવનમાં એક નવી સવાર થઇ છે. ન તો ધીમી ગતિએ કામ ચાલશે, ન તો હુ ચાલવા દઇશ. તેમણે કહ્યુ કે, દિલ્હીની મોટી વસ્તી ભયની છાયા હેઠળ જીવી રહી હતી.

પીએમ મોદીએ કહ્યું કે ગેરકાયદેસર, જેજે ક્લસ્ટર, સીલિંગ, બુલડોર જેવા શબ્દોની આસપાસ એક મોટી વસ્તીનું જીવન સમેટાઇ ગયુ હતુ. જો ચૂંટણી આવવાની હોય તો તારીખ લંબાઈ દેવામાં આવતી. બુલડોઝરનું પૈડું બંધ થતું, પણ સમસ્યા ત્યાંની ત્યા જ રહી જતી. પરિસ્થિતિ એવી હતી કે આ લોકો માંગ કરી રહ્યા હતા કે, સમય વધારીને 2021 કરવામાં આવે, વસાહતોને લગતી નાની માહિતી એકત્રિત કરવામાં આવે, મર્યાદા નક્કી કરવામાં આવે. બેશરમ થઇને કહે છે કે 2021 સુધી કંઈ કરી શકીએ.

https://www.facebook.com/mantavyanews/videos/844087126024714/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.