Not Set/ દિલ્હીનાં કપડા ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 લોકોનાં થયા મોત, 10 ઘાયલ

ઉત્તર પશ્ચિમ દિલ્હીનાં કિરાડી વિસ્તારમાં ફર્નિચર માર્કેટનાં એક ગોડાઉનમાં આગની ઘટના થઇ હોવાનુ સામે આવ્યુ છે. હવે અહીં કાપડનાં ગોડાઉનમાં લાગેલી આગને કારણે ભયંકર અકસ્માત સર્જાયો છે. કિરાડીમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે 9 લોકો ત્યાં જ સળગીને મરી ગયા હતા. વળી 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. કાપડનાં ગોડાઉનમાં […]

Top Stories India

ઉત્તર પશ્ચિમ દિલ્હીનાં કિરાડી વિસ્તારમાં ફર્નિચર માર્કેટનાં એક ગોડાઉનમાં આગની ઘટના થઇ હોવાનુ સામે આવ્યુ છે. હવે અહીં કાપડનાં ગોડાઉનમાં લાગેલી આગને કારણે ભયંકર અકસ્માત સર્જાયો છે. કિરાડીમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે 9 લોકો ત્યાં જ સળગીને મરી ગયા હતા. વળી 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

કાપડનાં ગોડાઉનમાં આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની હોવાનું જણાવાયું છે. ફાયર બ્રિગેડે ટૂંક સમયમાં આગ પર કાબુ મેળવ્યો, પરંતુ આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, 10 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં 7 ડિસેમ્બરે દિલ્હીનાં રાણી ઝાંસી રોડ પર એક ચાર માળની ફેક્ટરીમાં ભીષણ આગમાં લગભગ 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં યુપી-બિહારનાં મોટાભાગનાં લોકોનાં મોત નીપજ્યાં હતા, જેઓ ત્યાં કામ કરતા અને ત્યાંની ફેક્ટરીમાં રહેતા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધારે હતી, કારણ કે ત્યાં એક જ રસ્તો હતો અને લોકો સમયસર બહાર નીકળી શક્યા ન હોતા અને મોટાભાગનાં લોકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.