Not Set/ સગીર આરોપીનું કસ્ટડી દરમિયાન મોત થતા પરિજનોએ મચાવ્યો આવો હોબાળો

અમદાવાદના ખાનપુરમાં આવેલા બાળ રિમાન્ડ હોમમાં રાખવામાં આવેલા સગીર આરોપીનું કસ્ટડી દરમિયાન મોત નિપજતા મામલો ગરમાયો હતો. વાત જાણે એમ છે કે લાખની લૂંટના કેસમાં પકડાયેલા ચાર આરોપી પૈકી એક સગીર આરોપીનું રિમાન્ડ હોમમાં મોત થયું છે. જે અંગે સ્વજનોએ જવાબદાર પોલીસ સામે આક્ષેપ કર્યો અને એટલું જ નહીં મૃતક સગીરના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારનો પણ […]

Ahmedabad Gujarat

અમદાવાદના ખાનપુરમાં આવેલા બાળ રિમાન્ડ હોમમાં રાખવામાં આવેલા સગીર આરોપીનું કસ્ટડી દરમિયાન મોત નિપજતા મામલો ગરમાયો હતો. વાત જાણે એમ છે કે લાખની લૂંટના કેસમાં પકડાયેલા ચાર આરોપી પૈકી એક સગીર આરોપીનું રિમાન્ડ હોમમાં મોત થયું છે. જે અંગે સ્વજનોએ જવાબદાર પોલીસ સામે આક્ષેપ કર્યો અને એટલું જ નહીં મૃતક સગીરના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારનો પણ ઈન્કાર કર્યો હતો. પોલીસે અધિકારીઓની સમજાવટ બાદ અને જવાબદાર સામે કાર્યવાહીની બાંહેધરી આપવામાં આવતા અંતે મૃતદેહ સ્વિકારવામાં આવ્યો હતો.

સમગ્ર મામલો એવો છે કે, અમદાવાદના સાબરમતીમાં પાંચ દિવસ પહેલા 10.95 રૂપિયાની લાખની લૂંટના કેસમાં પકડાયેલા ચાર આરોપી પૈકી એક સગીર આરોપીનું રિમાન્ડ હોમમાં મોત થયું. સ્વજનોએ જવાબદાર પોલીસ સામે આક્ષેપ કર્યો અને યોગ્ય તપાસ કરવા માંગ કરી. મૃતક સગીરના પરિવારજનોએ મંગળવારે સવારે મૃતદેહ સ્વીકારનો ઈનકાર કરી દીધો. બાદમાં પોલીસે આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપતા સ્વજનોએ સગીરનો મૃતદેહ સ્વીકારી લીધો છે.

સાબરતી પોલીસ દ્વારા પકડાયેલા સગીર આરોપીને એટલો માર માર્યો હતો કે તે ખાઈ પી શકતો ન હતો. પરિવારજનોએ મંગળવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જોકે પીએમના પ્રાથમિક રિપોર્ટમાં કોઈ ઈજાના નિશાન જણાયા નથી. વિશેરા એફએસએલમાં મોકલાશે અને તેનાથી મોતનું સાચું કારણ જણાશે. તો ડોક્ટરોનું માનવું છે કે જો કોઇ ઇજા ન હોય તો માથામાં હેમરેજ કે કોઇ ઇજાને કારણે આ મોત થયું હોઇ શકે પણ હાલ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ નક્કી થશે. બીજીતરફ સમાજના આગેવાનોએ પણ કહ્યું કે હાલ ગુજરાતની પરિસ્થિતી પ્રમાણે વાતાવરણ તંગ ન બને તે માટે લાશ સ્વીકારાઇ છે. પણ આગામી દિવસમાં પોલીસ દ્વારા અપાયેલી બાંયધરી મુજબ કાર્યવાહી નહિ થાય તો ફરી ન્યાયની માંગ કરાશે.

હાલ તો પોલીસે અને ડોક્ટરોએ પીએમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. આગામી સમયમાં જે પણ રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે તે વાત પોલીસ સાચી ઠેરવશે કે કેમ તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.