અમદાવાદમાં રોજે રોજ લૂંટના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે.અમદાવાદ ગ્રામ્યના બાવળા ખાતે આવેલી કેરલા જી.આઇ.ડી.સી.માં લૂંટની એક ગંભીર ઘટનાએ આકાર લીધો છે,જેમાં લૂંટ કરવા આવેલા શખ્સો ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લાખોની લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
બાવળાના કેરલા જીઆઇડીસીમાં આવેલી JFL લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ૨૧ ડિસેમ્બરના રોજ વહેલી સવારે અંધારાની આડ લઈ લુંટારૂ શખ્સો ની ટોળકી ત્રાટકી હતી.
આ લૂંટારું ટોળકીએ પહેલા તો ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડ ને માર માર્યો અને બંધક બનાવી દીધો, બાદમાં લૂંટને અંજામ આપ્યો.JFL લાઇફ સાયન્સ કંપની ખાતે વોટર ફોર ઇન્જેક્શન ના પાઉચ અને બોટલો બનાવવામાં આવતી હતી. જેમાંથી પ્લાસ્ટિકના પાઉચમાં ભરેલ પ્રવાહીના કાર્ટુન્સ લૂંટીને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી અને જ્યારે ફેકટરીના માલિકને જાણ થઈ ત્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે અંદાજે ત્રણ લાખ મુદ્દામાલ લૂંટી તસ્કરો ફરાર થઈ ગયા છે.
ચકચારી લૂંટની ઘટના અંગે બાવળા પોલીસને ફરિયાદ કરતા પોલીસ આરોપીને પકડવા કાર્યરત થઈ ગઈ છે.. જેમાં બેટરીમાંથી મળી આવેલા લુટારૂ શખ્સોના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે લૂંટારૂ ટોળકી ટ્રક લઈને આવી હતી અને કટરીના સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ટ્રક સાથે ફરાર થઈ ગઈ..
ઉલ્લેખનીય છે કે લૂંટારું ટોળકી જ્યારે રાતના સમયે ફેક્ટરી માં ઘુસી ત્યારે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી સૌથી પહેલા મંદિર ક્યાં છે તેવું હિન્દી ભાષામાં પૂછ્યું હતું.ત્યારબાદ વોટર ફોર ઈન્જેક્શનના પ્લાસ્ટિક પાઉચના 233 બોક્સ લુટી ને લઇ ગયા હતા, જેની કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા થાય છે.
આ ઉપરાંત કોમ્પ્યુટર અને સીપીયુ સહિત અન્ય સામગ્રી પણ લૂંટારૂઓ લઈને ફરાર થઈ ગયા છે.જેથી પોલીસ તપાસ દરમિયાન કુલ બે લાખ 75 હજારના મુદ્દામાલની લૂંટ થઇ હોવાનું બહાર આવ્યું છે.આ ઘટનામાં પોલીસે હાલ સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સ ના માધ્યમ થી લૂંટારુ ટોળકીને પકડવા કવાયત તેજ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
