છેલ્લા બાર વર્ષથી અમદાવાદના કાંકરિયા ખાતે કાંકરિયા કર્નીવલ નાતાલના તહેવાર દરમિયાન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્નિવલ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેક ખાતે ચાલશે. મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 32 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડ્રેનેજ અને હાઉસિંગના મળી કુલ રૂ. 1050 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જો કે પ્રથમદિવસે માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમોનું જ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કાંકરિયા ખાતે મેયર બિજલ પટેલે બ્લડ ડોનેશન કેમ્પ અને બાળ નગરી અને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તકતીનું અનાવરણ કર્યું હતું. જ્યારે સાંજે કાંકરિયા કાર્નિવલ ખાતે ફૂડ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
