ભાવનગર શહેરના રીંગ રોડ પર આવેલ બાલયોગીનગરમાં ગઈકાલ મોડીરાત્રી ના સમયે એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી, જો કે ઘરમાં જે પ્રમાણે ઘરવખરી વેરવિખેર હાલતમાં અને ઘરમાંથી દાગીના ગુમ હતા તે જોઈ ને આ યુવકની હત્યા થઈ હોવાની પરિવારજનો આશંકા જતાવી રહ્યા છે.
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ રોડ પર આવેલ તેજસ્વી પ્રાથમિક શાળાની પાછળ બાલયોગીનગરમાં રહેતા અને એક સોનીની દુકાનમાં નોકરી કરતા હિતેન્દ્રસિંહ હેમુભા ગોહિલની તેમના ધરમાંથી પંખા સાથે દોરડા વડે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
આ અંગે ઘરના સભ્યોને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી અને બનાવની જાણ થતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ આરંભી હતી, ઘરમાં બધો જ સમાન અને વસ્તુઓ વેર વિખેર છે હાલતમાં મળી આવ્યો હતો. તેમજ પરિવારજનો ના જણાવ્યા પ્રમાણે ઘરમાંથી દાગીના સહિતનો મુદામાલ હતો. જેને પગલે પરિવારજનોએ આશંકા જતાવી છે કે યુવકની હત્યા થઇ હોવી જોઈએ અને તે દિશામાં પોલીસે હાલ મૃતકના ભાઈ ની ફરિયાદ લઇ અને તપાસ આરંભી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
