અમદાવાદના વાસણા વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવતા યુવક પાસે પત્રકાર તરીકેની ઓળખ આપીને પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ આપી હોવાનું જણાવી તેમજ તેનું સ્ટીંગ કર્યુ હોવાનું જણાવી રૂપિયા 10 લાખની માંગણી કરતા શખ્સોની વાસણા પોલીસે ધરપકડ કરી છે.
વાસણામાં સ્વામિનારાયણ પાર્કમાં લક્ષ્મી મેડિકલ સ્ટોર ધરાવતા હરેશ પ્રજાપતિનાં ત્યા બે દિવસ પહેલા મહિલા ગ્રાહકે આવીને પ્રેગનેન્સી પોઝીટીવ આવી હોવાનું ફોનમાં બતાવી ભારે ડોઝની એમટીપીની દવા લીધી હતી. તે બાદ બીજા દિવસે મહિલાએ વેપારીને ફોન કરીને પોતે એક ન્યૂઝ ચેનલમાંથી વાત કરતી હોવાનું અને દવા આપી તે સમયનો વિડીયો પોતાની પાસે હોવાનું કહીને ઓફિસે બોલાવી રૂ. 10 લાખની માંગણી કરી હતી. આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
મેડિકલ સ્ટોર ચલાવતા વેપારીને ઓફિસ બોલાવીને આવી રીતે અલગ અલગ 15 કરતા વધુ મેડિકલ સ્ટોરમાંથી પૈસા લીધા હોવાનું પણ આરોપીઓએ જણાવ્યુ હતુ અને છેલ્લે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી.
આ મામલે પોલીસે સંદિપ જૈન, નિલેશ ચુડાસ્મા અને જતીન નથવાણી નામનાં શખ્સોની ધરપકડ કરી બે મહિલાની શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
