Not Set/ રક્ષક જ નથી સલામત/ અમદાવાદમાં બુટલેગરે જાહેરમાં હોમગાર્ડની હત્યા કરી, LRD જવાન ઘાયલ

અમદાવાદ, અમદાવાદમાં ફરી એક વખત પોલીસના ડર વગર લુખ્ખા તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે. જ્યાં પોલીસ લોકોની સુરક્ષા કરવા માટે હોય છે ત્યાં હવે પોલીસ કર્મચારીઓ પર જ હુમલાઓ કરવામાં અવી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના સામે આવી છે જ્યાં હાટકેશ્વરના જોગેશ્વરી રોડ પર બાગેફીરદોશ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં ફરી એક વખત પોલીસના ડર વગર લુખ્ખા તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે. જ્યાં પોલીસ લોકોની સુરક્ષા કરવા માટે હોય છે ત્યાં હવે પોલીસ કર્મચારીઓ પર જ હુમલાઓ કરવામાં અવી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના સામે આવી છે જ્યાં હાટકેશ્વરના જોગેશ્વરી રોડ પર બાગેફીરદોશ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ બુટલેગરોએ એલઆરડી જવાન અને હોમગાર્ડ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એલઆરડીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો છે.

મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ રવિ પટેલ અમરાઇવાડીમાં કામ અર્થે ગયા હતા.જ્યાં હુમલાખોરે હોમગાર્ડ રવિ પટેલ અને LRD બળદેવ સિંહ પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો. જેમાં હોમગાર્ડને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત LRD બળદેવસિંહને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યું હતો. જે બાદ આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. હુમલો કરનાર આરોપી સુનિલ મચ્છીએ કયા કારણે હુમલો કરાયો તેની તપાસ ચાલી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.