ભારતીય ટીમનો હિસ્સો રહી ચુકેલા વરિષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ટીમમાં ટીકાનો સામનો કરી રહેલા યુવા વિકેટકીપર રિષભ પંતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, એક-બે ઇનિંગ્સ તેમની વિરુદ્ધ બનાવવામાં આવેલા મંતવ્યો બદલી શકે છે અને જરૂરી આત્મવિશ્વાસ આપી શકે છે. પાર્થિવ હાલમાં રણજી ટ્રોફીમાં ગુજરાત તરફથી રમે છે. શુક્રવારથી ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ગુજરાત અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાવાની છે.
ગુરુવારે મેચ પહેલા પાર્થિવે કહ્યું, “જ્યારે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો તમારી સાથે હોય ત્યારે બહાર જે કહેવામાં આવે છે તેનો વાંધો નથી. હાલની ક્ષણમાં રહીને અને પોતાને વ્યક્ત કરવાની વાત છે.” પાર્થિવે કહ્યું કે, “તે સારું પ્રદર્શન કરી રહ્યો છે તેથી તેની ચર્ચા થઈ રહી છે. તેણે છેલ્લી શ્રેણીમાં સારુ પ્રદર્શન કર્યું છે. તેની પાસે પ્રતિભા છે અને ટીમ તેને જરૂરી આત્મવિશ્વાસ આપી રહી છે.” અહી પાર્થિવને લાગે છે કે દબાણને કારણે પંત વધુ સારો થઈ જશે પરંતુ તેમા થોડો સમય લાગશે.
તેણે કહ્યું, “જો તમે ભારત તરફથી રમતા હોવ તો દબાણ રહેવુ સ્વાભાવિક છે. જુદી જુદી પરિસ્થિતિમાં દરેક ખેલાડી પર દબાણ હોય છે. દબાણ હેઠળ તમારી ક્ષમતા સુધરે છે. વિન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. “તમે જોઈ શકો છો કે તે મેદાન પર કેવો દેખાવ કરી રહ્યો છે. જ્યારે તે દબાણની આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશે ત્યારે તે વધુ સારો ખેલાડી બનશે.”
વિકેટકીપરે કહ્યું, “અમે આઇપીએલ કરતા વધારે દબાણવાળી મેચ નહી જોઇ હોય. આજનાં યુવા ખેલાડીઓને મોટા ખેલાડીઓ સાથે રમવાનો ફાયદો મળે છે. જ્યારે તમે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, ત્યારે તમે બધા ઉપદેશ આપે છે પરંતુ તે ઉપદેશથી દૂર રહીને તમારી રમત પર ધ્યાન કેન્દ્રિત રાખવાની બાબત છે.” પાર્થિવને પૂછવામાં આવ્યું હતું કે વિકેટ પાછળ કોણ શ્રેષ્ઠ છે, તેમણે કહ્યું, “વૃદ્ધિમાન સાહા. તેને લઈને કોઈ શંકા નથી. તે મેદાન પર ઉર્જા લાવી દે છે. હાલમાં કોઈ સંદેહ નથી કે તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
