સુરત,
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામોમાં દીપડાની આવનજાવન અને હુમલાઓ વધતા અહીંના સ્થાનિકોમાં ભય વધ્યો છે.સુરત જિલ્લાના અરેઠ ગામે એક બાળક પર હુમલાની ઘટનાની સાહી સુકાઈ નથી ત્યાં માંડવી તાલુકાના જ પાતાલ ગામે દીપડાએ એક બાળકીને મારી નાંખી હતી. શેરડી કાપનાર મજૂર પરિવારની પાંચ વર્ષની બાળકી ઉપર દીપડા એ હુમલો કર્યો બાદમાં બાળકી ફાડી ખાધી હતી.
માનવભક્ષી દીપડાએ બાળકીને ફાડી ખાતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાતકાલિક દોડી ગઈ હતી. પાતાલ ગામે પણ બનેલ ઘટનામાં મૃત બાળકી ના મૃતદેહ નો કબ્જો મેળવી બોધન આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો.
દીપડો માનવભક્ષી બનતા વન વિભાગે તેની ગતિવિધિ પર નજર રાખવા માટે ટીમો બનાવી છે.આ વિસ્તારમાં શેરડીના ખેતરોમાં કામ કરતા મજૂરોને પણ સાવચેતી રાખવા જાણ કરાઈ છે.
માંડવી તાલુકામાં હાલ દીપડાઓ માઝા મૂકી છે. જેમાં વરેલી ગામ તો જાણે અભયારણ્ય બન્યું હોય તેમ 37 વખત દીપડા પકડાઈ ચુક્યા છે. પાતાલ ની ઘટના પહેલા અરેઠ ગામે બાળક બજોગ બન્યો હતો. સદનસીબે તેનો બચાવ થઈ ગયો હતો. પણ પાતાલ ગામે હુમલામાં નિર્દોસ બાળકી મોતને ભેટી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
