Not Set/ જમીનમાં છુપાયેલું સોનું શોધી આપતા જ્યોતિષ જ જમીનમાં દટાયા, તંત્ર-મંત્ર પણ ના બચાવી શક્યા

રૂપિયાની લાલચમાં બે જ્યોતિષો વચ્ચે વધેલી લડાઈમાં એક જ્યોતિષને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નવસારીના ગણદેવીના રેસ્ટોરાંન્ટ માલિક અને જ્યોતિષને તેમના જ જ્યોતિષ મિત્ર સાથે રૂપિયાનો વરસાદ કરવાના મુદ્દે ત્રણ લાખ રૂપિયા લેવાના થતા હતા, જે ન મળતા ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ગણદેવીના આધેડ જ્યોતિષને મિત્રએ બોલાવી ચીખલી તાલુકાના બારોલીયા ગામની અવાવરૂ જગ્યાએ લઇ […]

Gujarat Others

રૂપિયાની લાલચમાં બે જ્યોતિષો વચ્ચે વધેલી લડાઈમાં એક જ્યોતિષને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નવસારીના ગણદેવીના રેસ્ટોરાંન્ટ માલિક અને જ્યોતિષને તેમના જ જ્યોતિષ મિત્ર સાથે રૂપિયાનો વરસાદ કરવાના મુદ્દે ત્રણ લાખ રૂપિયા લેવાના થતા હતા, જે ન મળતા ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં
ગણદેવીના આધેડ જ્યોતિષને મિત્રએ બોલાવી ચીખલી તાલુકાના બારોલીયા ગામની અવાવરૂ જગ્યાએ લઇ જઇ ચપ્પુથી રહેંસી નાખી, તેમની લાશને જમીનમાં દાટી દીધી હોવાની સનસનીખેજ હકીકત સામે આવી છે. જેમાં ગણદેવી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની ઓળખ કરી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્ર અને તેના સાથીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીના ગણદેવી તાલુકાનાં દેવધા ગામે રહેતા ૬૭ વર્ષીય ભરત નાયક જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા અને બીલીમોરાના જ્યોતિષ વિમલ પટેલ અને સાગર પટેલ સાથે મળીને મંત્ર તંત્રનું પણ કામ કરતા હતા. ત્રણેય જ્યોતિષ મિત્રો દ્વારા મંત્ર તંત્ર દ્વારા રૂપિયા પાડવાની ક્રિયાઓ તેમજ જમીનમાં દાટેલુ સોનું શોધી આપવાના પણ કામ કરતા હતા.

જેમાં ભરત નાયક પાસેથી બીલીમોરાના વિમલ પટેલે ૩ લાખ રૂપિયા લેવાના હતા. જેને લઇને ગત ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ની સવારે વિમલ અને સાગર બંનેએ ભરત નાયકને ગણદેવી ચાર રસ્તે બોલાવી તેમની
સાથે લઇ ગયા હતા. જ્યાંથી તેઓ ચીખલી તાલુકાનાં બારોલીયા ગામની અવાવરૂ જગ્યામાં પહોંચ્યા હતા, જ્યાં ભરત અને વિમલ વચ્ચે રૂપિયાની લેતી દેતી મુદ્દે ઝઘડો થયો હતો અને વાત ઉગ્રતાએ પહોંચતા વિમલ અને સાગરે તેમની પાસેના ધારદાર ચપ્પુથી ભરત નાયકનાં ગળે વાર કરી તેમનું ઢીમ ઢાળી દીધું હતું.

બાદમાં પુરાવાનો નાશ કરવા ભરત નાયકની લાશને ત્યાં જ જમીનમાં દાટી દીધી હતી અને ત્યાંથી ફરાર થયા હતા. જોકે વિમલ સમગ્ર ઘટનામાં ન હોવાનું બતાવવા માટે ૩૧ ડિસેમ્બરની બપોરે ભરત નાયકના ઘરે પણ તેમની પૃચ્છા કરવા ગયો હતો. મોડી સાંજે ભરતના પુત્ર પર તેમનું ૩ લાખ રૂપિયાને લઇ અપહરણ થયું હોવાનો મેસેજ આવતા ચિંતિત પરિવાર જનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો પાત્તો ન લાગતા મંગળવારે ગણદેવી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ આપી હતી.

જેની તપાસમાં પોલીસે ગણદેવી ચાર રસ્તા પાસેના સીસીટીવી તપાસતા ભરત નાયક, વિમલ અને અન્ય એક સાથે બાઈક પર બેસી ચીખલી જતા જણાયા હતા. જેથી પોલીસે ફૂટેજના આધારે વિમલને પકડીને પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે આરોપી વિમલ અને સાગર બંનેની ધરપકડ કરી હતી. જયારે આજે હત્યારોપી વિમલને સાથે રાખી ઘટનાનું રીકકન્ટ્રકશન કર્યું હતું.  સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.