અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ જર્જરિત હોવાના કારણે અન્ય કોઈ વિકલ્પના અભાવે દર્દીઓ ભયના ઓથાર નીચે કકડતી ઠંડીમાં ખુલ્લી ઓસરીમાં દાખલ થઈ સારવાર કરાવવા મજબૂર બન્યા છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સુવિધા સભર નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે લાખોના ખર્ચે અદ્યતન સાધન સામગ્રી સાથે હોસ્પિટલો બનાવવામાં આવે છે. તે મુજબ 1987માં સાબરકાંઠા જિલ્લાના મેઘરજમાં પણ 50 બેડની રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જીલ્લાના વિભાજન બાદ હવે અરવલ્લી જીલ્લામાં આવે છે.

આ હોસ્પિટલમાં શરીર ને લાગતા તમામ વિભાગોની ખાસ સાધન સુવિધાઓ અને ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવે છે. હાલ મેઘરજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ ની જો વાત કરીએ તો મેઘરજ તાલુકો ગુજરાતની પૂર્વે રાજસ્થાનની સરહદે આવેલો છે. તાલુકા માં કુલ 280 કરતા વધુ ગામડાઓ આવેલા છે. કુલ 45 થી વધુ પંચાયત વિલેજ છે. અને બે લાખ જેટલી વસ્તી ધરાવે છે.

મોટા ભાગે તાલુકામાં આદિવાસી અને બક્ષીપંચ સમાજના લોકો વસવાટ કરે છે. આ તમામ વસ્તી ને સારી સારવાર મળી રહે તે માટે રેફરલ હોસ્પિટલ બનાવવા માં આવી છે. હોસ્પિટલ બને 32 વર્ષ કરતા વધુ સમય થયો જેના કારણે મકાનના છત દીવાલો અન્ય ભાગો જર્જરિત થાય એ સ્વાભાવિક છે. પરંતુ તેની સાથે સાથે તેનું સમારકામ થવું પણ એટલું જ જરૂરી છે.
ત્યારે મેઘરજ રેફરલ હોસ્પિટલનું રિયાલિટી ચેક હાથ ધરવામાં આવતા હાલ મેઘરજ રેફરલ હોસ્પિટલ નું મકાન બિલકુલ જીર્ણ થયેલ છે. તેની છતના પોપડા વખુંટી ગયા છે. અંદરના સળિયા પણ સડેલી હાલત માં જોવા મળ્યાછે. હોસ્પિટલની દીવાલો પણ જર્જરિત હાલતમાં જોવા મળી

હોસ્પિટલ માં રાખેલ દરેક વિભાગના અદ્યતન મશીનરી ચલાવવા વીજળી પણ જરૂરી છે તેના મારે હોસ્પિટલ માં રાખેલ વિજડીપી પણ ખુલ્લી જોવા મળી હતી. તમામ વાયરો પણ છુટા જોવા મળ્યા જો દર્દી કે કર્મચારી ભૂલથી અડકી જય તો મોટી હોનારત થવાની સંભાવના રહેલી છે. હોસ્પિટલ નું મકાન પણ ધરાશાઇ થવાની સંભાવના છે જોકે હોસ્પિટલ ના દરેક વિભાગો માં તંત્ર દ્વારા ભયજનક એવા પોસ્ટર્સ માર્યા છે. પરંતુ માત્ર પોસ્ટર્સ મારવા થી કામ પૂરું થતું નથી તાલુકા માં રહેતી જનતા અજ્ઞાન હોય છે ત્યારે ક્યારેક મોટી જાનહાની થવાની સંભાવના છે તો આ જર્જરિત મોતની હોસ્પિટલને મરામત અથવા નવી બનાવવામાં આવે એ ખાસ જરૂરી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
