Not Set/ JNU નાં સમર્થનમાં આવી ઘણી યુનિવર્સિટી, ગેટ વે ઓફ ઈન્ડિયા પર વિદ્યાર્થીઓનું પ્રદર્શન

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં ફરી એકવાર ચર્ચામાં આવી ગયુ છે. યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક માસ્ક પહેરીને આવેલા શખ્સોએ જેએનયુ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ આઇશી ઘોષનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી સંઘે દાવો કર્યો છે કે એબીવીપીનાં […]

Top Stories India

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં ફરી એકવાર ચર્ચામાં આવી ગયુ છે. યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક માસ્ક પહેરીને આવેલા શખ્સોએ જેએનયુ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ આઇશી ઘોષનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી સંઘે દાવો કર્યો છે કે એબીવીપીનાં સભ્યોએ તેના પ્રમુખ આઇશી ઘોષ અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

માયાવતીએ કહ્યું કે જેએનયુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની હિંસા ખૂબ નિંદાત્મક અને શરમજનક છે. કેન્દ્ર સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. વળી, આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તો સારું રહેશે.

આ મારા મારીની ખબર જ્યારે વાયરલ થઇ ત્યારે દેશભરની ઘણી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ JUN નાં સમર્થનમાં સામે આવ્યા. તાજેતરમાં મુંબઈનાં ગેટ વે ઓફ ઈન્ડિયા પર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી ગયા છે અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘનાં સમર્થનમાં અનેક યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હી યુનિવર્સિટી, અલીગઢ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની બહાર વિરોધ કરવા આવ્યા હતા.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા સામે આવ્યા બાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સાંજનાં 6:30 વાગ્યાની આસપાસ 50 જેટલા ગુંડાઓ જેએનયુ કેમ્પસમાં પ્રવેશ્યા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ. આ લોકોએ કેમ્પસમાં આવેલી કારોને પણ નિશાનો બનાવ્યું હતુ અને છાત્રાલયોમાં પણ તોડફોડ કરી હતી. જેએનયુનાં પ્રોફેસર અતુલ સૂદે એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે આ હુમલાખોરોએ છાત્રાલય પર પથ્થરમારો કર્યો હતો અને યુનિવર્સિટીની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

વળી, વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ આઇશી ઘોષે જણાવ્યું હતું કે, ચહેરા પર માસ્ક લગાવીને આવેલા અમુક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમની સાથે ખરાબ રીતે મારા મારી કરી હતી. આ હુમલામાં તેમના માથાનાં ભાગમાં ઈજા થઈ છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 50 થી વધુ લોકો કેમ્પસમાં માસ્ક પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે, જેમના હાથમાં હોકીની લાકડી, રોડ અને બેટ દેખાઈ રહ્યા છે. બીજી તરફ, ડાબેરીઓએ એબીવીપી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.