Not Set/ પીએમ મોદીએ ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં લોન્ચ કર્યુ ‘ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં ‘ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’ લોન્ચ કર્યુ. જેનો હેતુ લોકોને શારીરિક રીતે સ્વસ્થ રહેવા પ્રેરણા અને જાગૃત કરવા માટેનો છે. પીએમ મોદી આ અભિયાનની શરૂઆત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કર્યો છે. ઉદ્યોગ, ફિલ્મ ઉદ્યોગ, રમત-ગમતની સાથે અન્ય ઘણા ક્ષેત્રોની હસ્તીઓ આ ફીટ ઈન્ડિયાનો એક ભાગ બનવા પહોચી ગઇ છે. આ […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં ‘ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’ લોન્ચ કર્યુ. જેનો હેતુ લોકોને શારીરિક રીતે સ્વસ્થ રહેવા પ્રેરણા અને જાગૃત કરવા માટેનો છે. પીએમ મોદી આ અભિયાનની શરૂઆત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કર્યો છે. ઉદ્યોગ, ફિલ્મ ઉદ્યોગ, રમત-ગમતની સાથે અન્ય ઘણા ક્ષેત્રોની હસ્તીઓ આ ફીટ ઈન્ડિયાનો એક ભાગ બનવા પહોચી ગઇ છે. આ અભિયાન એવા સમયે શરૂ કરવામાં આવી રહ્યો છે જ્યારે 29 ઓગષ્ટ, રમત-ગમત દિવસ તરીકે ઉજવાતા હોકીનાં જાદુગર ધ્યાનચંદનો જન્મદિવસ છે.

લોકોને સ્વસ્થ રાખવા માટે, આ અભિયાન કેટલાક કેન્દ્ર સરકારનાં રમત ગમત મંત્રાલયો, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે સંકલન કરીને ચલાવવામાં આવનાર છે, જે પોતપોતાના સ્તરે તંદુરસ્તી કાર્યક્રમો નક્કી કરશે. આ અંતર્ગત, કોલેજો અને યુનિવર્સિટીઓએ 15 દિવસનો ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવાનો રહેશે, જે તેમણે તેમની વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે. વિવિધ સ્તરે સ્વયંસેવકોની એક ટીમ પણ બનાવવામાં આવશે, જે લોકોને આ ફિટનેસ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપશે.

વડા પ્રધાન મોદી દ્વારા લોન્ચ કરવામા આવેલ ફીટ ઈન્ડિયા મૂવમેન્ટને લઇને બોક્સર ક્ષેત્રમાં પોતાનુ એક વિશિષ્ટ નામ બનાવનાર મેરી કોમે અહી હાજરી આપવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

પીએમ મોદીએ હાલમાં જ તેમના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’માં આનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, 29 ઓગષ્ટે રાષ્ટ્રીય ‘રમત-ગમત દિવસ’ નિમિત્તે તેઓ દેશભરમાં’ ફિટ ભારત આંદોલન ‘શરૂ કરશે.

Image result for fitindiamovement

પીએમ મોદીએ ફીટ ઈન્ડિયા મૂવમેન્ટમાં લોકોને ફીટનેસનાં પાઠ ભણાવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.