રવિવારે, રાજધાની દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં માસ્ક પહેરીને અંદર પહોંચેલા અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. દેશભરમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ માસ્ક પહેરીને આવેલા આ હુમલાખોરો છાત્રાલયમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ હુમલાને લઈને સરકાર પર તંજ કસ્યો છે. તેમમણે કહ્યું છે કે, યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થીએ તેમને કહ્યું હતું કે પોલીસે તેમને ઘણી વાર માથા પર લાતો મારી હતી.
પ્રિયંકાએ ઘાયલ વિદ્યાર્થીઓની સાથે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS) માં મુલાકાત કરી ઘણા ટ્વીટ કર્યા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ‘એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ થયેલા ઘાયલ વિદ્યાર્થીઓએ મને કહ્યું કે કેટલાક ગુંડાઓ કેમ્પસમાં પ્રવેશ્યા અને લાકડીઓ અને અન્ય શસ્ત્રોથી હુમલો કર્યો. ઘાયલ થયેલા ઘણા વિદ્યાર્થીઓનાં હાથ અને પગ તૂટી ગયા છે અને ઘણાને માથામાં ઈજાઓ પહોંચી છે. એક વિદ્યાર્થીએ મને કહ્યું કે પોલીસે તેમને ઘણી વાર માથા પર લાતો મારી હતી.’
તેમણે બીજા એક ટ્વિટમાં કહ્યું, ‘આ સરકાર સાથે કંઈક તો ખોટું છે. આ સરકાર પોતાના બાળકો વિરુદ્ધ હિંસક બનાવોને અંજામ આપી રહી છે. ડાબેરી નિયંત્રિત જેએનયુ વિદ્યાર્થી સંઘ અને આરએસએસની વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હિંસા માટે એકબીજાને દોષી ઠેરવી રહી છે. આ ઘટનામાં ઘાયલ 20 લોકોને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અનેક વિરોધી પક્ષો સરકારને નિશાનો બનાવી રહ્યા છે.
Priyanka Gandhi Vadra tweets,"There is something deeply sickening about a government that allows and encourages such violence to be inflicted on their own children".(2/2)
— ANI (@ANI) January 5, 2020
જો કે પોલીસનું કહેવું છે કે ઘાયલ વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા નિવેદનનાં આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીમાં હિંસાનો વિરોધ કરનારા કેટલાક જેએનયુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પહોંચેલા પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે, મોઢા પર માસ્ક પહેરીને આવેલા હુમલાખોરો વિદ્યાર્થીઓને માર મારવા ત્રણથી ચાર છાત્રાલયો પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
