Not Set/ સુરત/ ભાજપના MLA હર્ષ સંઘવીનો મનપાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ  સુરતા મહાનગર પાલિકાના અધિકારીઓ સામે કચરાપેટીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, અધિકારીઓએ રાજકીય લોકોના સહારે આ કૌભાંડ કર્યું છે. સુરતના MLA હર્ષ સંઘવી દ્વારા સુરતની ભાજપ શાષિત મહાનગરપાલિકા સામે જ આવા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા સુરતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકા […]

Gujarat Surat

ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ  સુરતા મહાનગર પાલિકાના અધિકારીઓ સામે કચરાપેટીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, અધિકારીઓએ રાજકીય લોકોના સહારે આ કૌભાંડ કર્યું છે. સુરતના MLA હર્ષ સંઘવી દ્વારા સુરતની ભાજપ શાષિત મહાનગરપાલિકા સામે જ આવા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા સુરતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 3.80 કરોડના ખર્ચે કચરાપેટીઓની ખરીદી કરવામાં આવી છે. આ કચરાપેટી ખરીદીના કોન્ટ્રાક્ટમાં અધિકારીઓએ રાજકારણીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના જ ધારાસભ્ય દ્વારા ભાજપ શાષિત નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું, “ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે  અપીલ કરી હતી કે મનપા દ્વારા રોડ પર કચરાપેટીઓ મૂકવામાં આવી છે તે થોડા દિવસમાં ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. કેટલાક અધિકારીઓએ 3 કરોડના કોન્ટ્રાક્ટને 15-15 લાખ રૂપિયાના ટૂકડાંમાં વહેંચી અને ઝોન મુજબ વહેંચી દીધા હતા. તેની તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે”

વધુમાં ભાજપના MLA એ જણાવ્યું હતું કે, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સુરત મહાનગરપાલિકાનો સ્વચ્છતાનો ક્રમાંક ગગડ્યો છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવા ભ્રષ્ટ અધિકારીઓને પકડવાની જવાબદારી પણ અમને આપેલી છે. અમે આ જવાબદારી પૂરી કરવા માંગીએ છીએ”

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમે કેટલીક ડિઝાઇનો આપી હતી જેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની એલ.ઇ.ડી વાળી કચરાપેટીઓનું સજેશન હતુ પરંતુ કેટલાક અધિકારીઓએ હોશિયારી વાપરીને આ હલકી ગુણવત્તા વાળી કચરાપેટીઓ ખરીદી છે. આ સત્તાધીશોને પકડી અને તેમને ખુલ્લા પાડવાની જવાબદારી પણ અમારી છે. અધિકારીઓએ કેટલાક રાજકીય લોકોના સહારે આ પ્રકારનું કૌભાંડ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.