Not Set/ એર ઇન્ડિયાના 100% શેર વેચાશે, મંત્રીઓએ શેર વેચવા આપી મંજૂરી

દેશની સરકારી એરલાઇન્સ એર ઈન્ડિયા વેચવા માટે સરકારે સંમતિ આપી છે. મોદી સરકારના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળના પ્રધાનોના ગ્રુપ  દ્વારા એર ઇન્ડિયાના શેર ખરીદી કરારને મંજૂરી આપી દીધી છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે શેર ખરીદી કરારને મંજુરી આપતા હવે ખૂબ જ ટૂંક સમયમાં સરકારી એરલાઇન્સને વેચવાની પ્રક્રિયા શરૂ થશે. AIમાં સરકાર 100% હિસ્સો […]

Top Stories Business

દેશની સરકારી એરલાઇન્સ એર ઈન્ડિયા વેચવા માટે સરકારે સંમતિ આપી છે. મોદી સરકારના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળના પ્રધાનોના ગ્રુપ  દ્વારા એર ઇન્ડિયાના શેર ખરીદી કરારને મંજૂરી આપી દીધી છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે શેર ખરીદી કરારને મંજુરી આપતા હવે ખૂબ જ ટૂંક સમયમાં સરકારી એરલાઇન્સને વેચવાની પ્રક્રિયા શરૂ થશે.

AIમાં સરકાર 100% હિસ્સો વેચશે

એર ઇન્ડિયા સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર,આ વખતે કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાના સંપૂર્ણ સો ટકા શેર વેચવાનો નિર્ણય લીધો છે. આ માટે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ વિશ્વની વિવિધ એરલાઇન્સને ખરીદવા આમંત્રણ આપવામાં આવશે. ભારત સરકાર અગાઉ એર ઇન્ડિયાનો માત્ર 76 ટકા હિસ્સો વેચવા માંગતી હતી. પરંતુ બંને તરફથી આ અંગે કોઈ સારા સમાચાર નથી મળતા નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ વખતે એર ઈન્ડિયાને 100 ટકા વેચવાની દરખાસ્ત કરી છે.

એર ઇન્ડિયા પર 60,000 કરોડનું દેવું  

એર ઇન્ડિયા પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. એર ટર્બાઇન ફ્યુઅલ, મેન્ટેનન્સ ખર્ચ, વિવિધ એરપોર્ટ પર પાર્કિંગ ભાડુ અને કર્મચારીઓનો પગાર એ કંપની માટે દેવાના પર્વત જેવા છે. જો કે, છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપીને કોઈ રીતે કંપની ચલાવી રહી છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે પણ મદદ છોડી દીધી છે.

જણાવી દઈએ કે આ સમયે એર ઇન્ડિયા પાસે કુલ 169 વિમાન છે, જેમાંથી 13 વિમાન ખામીયુક્ત છે. છેલ્લા 1 વર્ષમાં એર ઇન્ડિયાએ કોઈ નવું વિમાન ખરીદ્યું નથી. એર ઇન્ડિયામાં કુલ 20 હજાર કર્મચારી છે, જેમાં 10,000 કોન્ટ્રાક્ટ અને 10 હજાર કાયમી કર્મચારી છે. એર ઈન્ડિયા કુલ 1,700 પાઇલટ્સ અને 4 હજાર એર હોસ્ટેસને રોજગારી આપે છે. દરરોજ લગભગ 60 હજાર મુસાફરો ભારતથી વિદેશ પ્રવાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.