અમેરિકા અને ઇરાન વચ્ચે સર્જાયેલા તંગ પરિસ્થિતિનાંં કારણે દુનિયાભરમાં, ખાડી ક્ષેત્રમાં યુદ્ધ થશે તેવી દહેશત અનુભવાઇ રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં જો ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો આ કારણ ભારતને પણ અનેક પ્રકારે નુકસાન કરતા છે. ઇરાન અને ભારત વચ્ચે સારા અને સારી ટર્મનાં વેપાર સબંધો છે. બસ આજ કારણ છે કે, ગલ્ફમાં ચાલી રહેલ તમામ ગતીવિધીઓ પર ભારત પણ બારીક નજર રાખી રહ્યું છે. આ મામલે EMA દ્વારા પણ નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર ગલ્ફ ક્ષેત્રની પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. EMAએ જોર્ડન, ઓમાન, કતાર, ફ્રાન્સ અને યુએઈમાં તેના સમકક્ષો સાથે વાત કરી છે. તેમણે ઈરાનના વિદેશ પ્રધાન અને યુએસ વિદેશ સચિવ સાથે પણ આ મામલે વાત કરી છે.
Union Minister V Muraleedharan: Centre is closely monitoring the developments in the Gulf region. EAM has spoken to his counterparts in Jordan, Oman, Qatar, France & UAE. He has also spoken to Foreign Minister of Iran and the US Secretary of State. pic.twitter.com/LD8WIo2kx4
— ANI (@ANI) January 8, 2020
ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતા પર ભારતમાં ઈરાની રાજદૂત ડો.અલી ચેગેની જણાવ્યું કે, અમે જે કંઇ કર્યું, તે અમારા પ્રતિસાદનો એક ભાગ છે. જનરલ કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા લાખો લોકોએ તેના માટે સરકાર પાસે માંગ કરી હતી. અમે તે કર્યું છે. અમે યુદ્ધની નથી ઇચ્છતા.
Iranian Ambassador to India Dr. Ali Chegeni: Chabahar Port is a symbol of very good friendship between India, Iran, Afghanistan, Commonwealth of Independent States, Europe, whole Persian Gulf. It does not belong only to Iran and India. Chabahar will go on, don't worry about it. https://t.co/JLtIC7sFyR
— ANI (@ANI) January 8, 2020
આપને જણાવી દઇએ કે, ભારતમાં ઈરાની રાજદૂત ડો.અલી ચેગેનીએ તે પણ કહ્યું કે, ચાબહાર બંદર એ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ, યુરોપ અને આખા પર્સિયન ગલ્ફ વચ્ચે ખૂબ સારી મિત્રતાનું પ્રતીક છે. તે ફક્ત ઈરાન અને ભારતનું નથી. ચાબહાર ચાલશે, તેની ચિંતા કરશો નહીં. ઉલ્લેખનીય છે કે, ઇરાનનું ચાબહાર બંદર ભારત દ્વારા વ્યાપારિક કરારો અંતર્ગત હસ્તગત કરવામાં આવ્યું છે અને આ બંદરને ભારતે કરોડો ડોલરનાં ખર્ચે વિકસાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
