Not Set/ કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનનો બિશપ સામે વિરોધ

આવા નિવેદનો રાજ્યના સામાજિક માળખાને અસર કરશે. વિચારક અને ધર્મશાસ્ત્રના વિદ્વાન તરીકે જાણીતી વ્યક્તિને આ ન કહેવું જોઈએ

Top Stories

ગઇકાલે સિરો મલબાર ચર્ચ સાથે જોડાયેલા પાલા બિશપ માર જોસેફ કલરંગટ્ટાએ આરોપ લગાવ્યો હતો કે ‘લવ જેહાદ’માં બિન-મુસ્લિમ યુવતિઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયની છોકરીઓને પ્રેમમાં ફસાવીને ધર્માંતરણ કરી તેમનું શોષણ કરવામાં આવે છે. પછી તેમનો ઉપયોગ આતંકવાદ જેવી વિધ્વંસક પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે, કોટ્ટાયમ જિલ્લાના કુરુવિલંગદ ખાતે એક ચર્ચના કાર્યક્રમ બિશપ બધાને સંબોધી રહ્યા હતા, તે દરમિયાન તેમને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. બિશપે સમગ્ર વિશ્વમાં અને કેરળમાં કોમીવાદ, ધાર્મિક અસહમતિ અને અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા જેહાદીઓની હાજરી સામે ચેતવણી આપતા કહ્યું કે તેઓ અન્ય ધર્મોનો નાશ કરવા માટે જુદી જુદી યુક્તિઓ અપનાવી રહ્યા છે. જેમાં લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ છે.

આ મૃદ્દાને લઇને આજે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠને બિશપ સામે વિરોધ નોંધાવ્યો છે. બિશપના નિવેદનની ટીકા કરતા મુસ્લિમ સંગઠનોએ કહ્યું છે કે જો તે પોતાના શબ્દો પાછા નહીં લે તો કેસ નોંધવો જોઈએ. જયારો વિપક્ષના નેતા વીડી સતીશન અને વરિષ્ઠ નેતા પીટી થોમસે કહ્યું કે આવા નિવેદનો રાજ્યના સામાજિક માળખાને અસર કરશે. થોમસે બિશપને નિવેદન પાછું ખેંચવા કહ્યું,  વિચારક અને ધર્મશાસ્ત્રના વિદ્વાન તરીકે જાણીતી વ્યક્તિને આ ન કહેવું જોઈએ. આવા નિવેદનો આપણી કોમી સંવાદિતાને અસર કરશે. વધુમાં તેમણે કહ્યં “અમે ધર્મ અને જાતિના આધારે ગુનાઓની સંખ્યા ગણી શકતા નથી. ધાર્મિક નેતા તરફથી આવું નિવેદન સ્વીકાર્ય નથી. ભાઈચારો અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે, દરેક વ્યક્તિએ સંયમ રાખવો પડશે.

જ્યારે કેરળ સુન્ની સ્ટુડન્ટ્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી સથાર પંથલ્લુરે કહ્યું કે, “તેમનું નિવેદન બે સમુદાયો વચ્ચે અણબનાવ ઉભું કરવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે નફરત ફેલાવવા બદલ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.